________________
છે અને કયી છે
આમ,
| વિવેચન :- ૧ થી ૭ ગુણઠાણા સુધી જીવ એક ગુણઠાણાને છોડીને જ્યારે બીજા ગુણઠાણાને પ્રાપ્ત કરે છે ત્યારે જે જે કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે તે તે કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ તે તે ગુણસ્થાનકના અંતે કહ્યો છે. પરંતુ આઠમા ગુણઠાણામાં વચ્ચે વચ્ચે જ કેટલીક કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એટલે આઠમા ગુણઠાણે કયાં કઈ પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એ સમજાવવા માટે આઠમા ગુણઠાણાનો જે અંતર્મુહૂર્તકાળ છે તેના ૭ ભાગ પાડવામાં આવ્યા છે. અસત્કલ્પનાથી.... અપૂર્વકરણનું અંતર્મુહૂર્ત = ૭૦ સમય
માનવામાં આવે, તો.... અપૂર્વકરણનું અંતર્મુહૂર્ત = ૭૦ સમયમાંથી દસ-દસ સમયનો એક-એક ભાગ કરવાથી કુલ-૭ ભાગ થશે....તેમાંથી પહેલા ભાગમાં (૧ થી ૧૦ સમય સુધી) ૫૮ પ્રકૃતિ બંધાય છે. આઠમા ગુણઠાણાના પહેલા ભાગે “૫૮”નો બંધઃજ્ઞા, દ0 વે) મો. ના ગોળ અં) કુલ
૫ + ૬ + ૧ + ૯ + ૩૧ + ૧ + ૫ = ૫૮ I અપૂર્વકરણગુણઠાણાના પ્રથમભાગને અંતે (૧૦ મા સમયે) નિદ્રા અને પ્રચલાનો બંધવિચ્છેદ થાય છે. કારણ કે અપૂર્વકરણના બીજાભાગથી નિદ્રાદ્ધિકના બંધને યોગ્ય અધ્યવસાયો હોતા નથી એટલે અપૂર્વકરણના પ્રથમભાગને અંતે નિદ્રાદ્ધિકનો બંધવિચ્છેદ કહ્યો છે. ૨ થી ૬ ભાગ સુધી “પ૬'નો બંધ :I અપૂર્વકરણગુણઠાણાના બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી (૧૧ થી ) ૬૦ સમય સુધી) પ૬ કર્મપ્રકૃતિ બંધાય છે.
જ્ઞા, દ0 વે) મો. ના0 ગોળ અં૦ કુલ | | | | | | | | ૫ + ૪ + ૧ + ૯ + ૩૧ + ૧ + ૫ = ૫૬
-
૯. પ્રથમકર્મગ્રન્થની ૧૧મી ગાથામાં નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને થીણદ્ધિ એ ક્રમે નિદ્રાપંચક કહ્યું છે. પરંતુ અહીં પૂર્વાચાર્યોની રૂઢિના કારણે નિદ્રાદ્ધિક એટલે નિદ્રા અને પ્રચલા તથા થિણદ્વિત્રિક એટલે નિદ્રાનિદ્રા, પ્રચલા-પ્રચલા અને થીણદ્ધિ એ ૩ કર્મપ્રકૃતિ સમજવી.
૧૬૩)