________________
अनन्त-मध्याकृति-संहननचतुष्कं नीचैरूद्योतकुखगतिस्त्रीति । પંવવિંગત્યન્તો મિત્રે વતુ સપ્તતિઃ દયાયુષ્યવસ્થાત્ || ૫
ગાથાર્થ :- નરકત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, હુડકસંસ્થાન, આતપ, છેવટું, નપુંસકવેદ, મિથ્યાત્વમોહનીય.... એ ૧૬ પ્રકૃતિના બંધનો અંત થવાથી સાસ્વાદનગુણઠાણે ૧૦૧ પ્રકૃતિ બંધાય છે. તિર્યચત્રિક, થિણદ્વિત્રિક, દૌર્ભાગ્યત્રિક, અનંતાનુબંધીચતુષ્ક, મધ્યાકૃતિ ચતુષ્ક, મધ્યસંઘયણચતુષ્ક, નીચગોત્ર, ઉદ્યોત, અશુભવિહાયોગતિ, અને સ્ત્રીવેદ..એ ૨૫ પ્રકૃતિના બંધનો અંત થવાથી મિશ્રગુણઠાણે ૭૪ કર્મપ્રકૃતિ બંધાય છે. કારણકે ત્યાં તે બે આયુષ્યનો અબંધ છે. | વિવેચન :- મિથ્યાત્વગુણઠાણે (૧) નરકગતિ, (૨) નરકાનુપૂર્વી, (૩) નરકાયુષ્ય, (૪) એકેન્દ્રિયજાતિ, (૫) બેઈન્દ્રિયજાતિ, (૬) તેઈન્દ્રિયજાતિ, (૭) ચઉરિન્દ્રિયજાતિ, (૮) સ્થાવર, (૯) સૂક્ષ્મ, (૧૦) અપર્યાપ્ત, (૧૧) સાધારણ, (૧૨) હુંડક, (૧૩) આતપ, (૧૪) છેવટું, (૧૫) નપુંસકવેદ અને (૧૬) મિથ્યાત્વમોહનીયના બંધનો અંત આવે છે. - અહીં અંત, વિનાશ, ક્ષય, વિચ્છેદ વગેરે શબ્દો સમાનાર્થક છે. તેનો અર્થ તત્ર ભાવ ૩ત્તરત્રમાવ કરવો. એટલે કે, જે ગુણઠાણે જે કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ કહ્યો છે, તે ગુણઠાણે તે કર્મપ્રકૃતિ બંધાય છે. ત્યાર પછીના ગુણઠાણામાં તે પ્રકૃતિ બંધાતી નથી એવો અર્થ કરવો. જેમ કે, મિથ્યાત્વગુણઠાણે નરકત્રિકાદિ-૧૬ પ્રકૃતિનો બંધવિચ્છેદ કહ્યો છે. એટલે તે મિથ્યાત્વગુણઠાણે બંધાય છે પરંતુ ત્યાર પછીના સાસ્વાદનાદિ ગુણઠાણે તે પ્રકૃતિ બંધાતી નથી. | નરકત્રિકાદિ-૧૬ કર્મપ્રકૃતિના બંધનું કારણ મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય છે. મિથ્યાત્વમોહનીયનો ઉદય મિથ્યાત્વગુણઠાણામાં જ હોય છે, સાસ્વાદનાદિ ગુણઠાણે હોતો નથી. એટલે નરકત્રિકાદિ-૧૬ પ્રકૃતિ મિથ્યાત્વગુણઠાણા સુધી જ બંધાય છે ત્યાંથી આગળના ગુણઠાણે બંધાતી નથી. સાસ્વાદને ૧૦૧ કર્મપ્રકૃતિનો બંધ :
| મિથ્યાત્વગુણઠાણે નરકત્રિકાદિ-૧૬ પ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે. એટલે ૧૧૭ પ્રકૃતિમાંથી ૧૬ પ્રકૃતિ ઓછી કરવાથી સાસ્વાદન ગુણઠાણે
(૧૫૫