SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ દે છે , અને 'STUી આ કિ.fied ) શ્રીસંઘમાં દરવર્ષે જુદા-જુદા સમુદાયના ગીતાર્થ ગુરુભગવંતોની નિશ્રા પ્રદાન થતાં અનેકવિધ તપશ્ચર્યા-પ્રભુભક્તિ, અનુષ્ઠાનો દ્વારા શ્રીસંઘમાં કર્મનિર્જરા થઇ રહી છે. વિ. સં. ૨૦૫૮માં બહેનોની પૌષધશાળાનું વિસ્તૃતિકરણ થયું. | શ્રી ઋષભદેવસ્વામિ પ્રાસાદના ૫૦ વર્ષની પૂર્ણાહૂતિ ઉજવણીએ પ. પૂ. આ. ભ. શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં શ્રી રાયણવૃક્ષ સાનીધ્ય શ્રી યુગાદિદેવ ઋષભદેવસ્વામિ પગલાંની પ્રતિષ્ઠા થઇ અને શ્રીસંઘમાં ૫૧માં વર્ષના મંગલ પ્રવેશ ઉજવણીરૂપ પ. પૂ. આ. ભ. શ્રી વિજયનરચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પ. પૂ. આ. ભ. શ્રી વિજયશ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાના લી ચાતુર્માસ માં શ્રી ગૌતમકમળતપની આરાધનાની અનુમોદનાર્થે શ્રી ગૌતમસ્વામી મહારાજાની કલાત્મક દેવકુલિકામાં પ્રતિષ્ઠા કરવાનો મનોરથ સેવાયો. વિ. સં. ૨૦૬૦ માં પૂ. આ.ભ.શ્રી અરવિંદસૂરિજી મ.સા., પૂ.આ.ભ.શ્રી યશોવિજયસૂરિજી મ.સા., પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા.ના વાત્સલ્યભાવે, પૂ.ગણિવર્યશ્રી ભાગ્યેશ વિ.મ.નું ઐતિહાસિક ચાતુર્માસ થયું. (તદન્તર્ગત શ્રા. સુ. ૭ રવિવાર તા. ૨૨-૮-૨૦૦૪નાં શ્રી ઋષભદેવ પ્રભુના ગભારામાં તથા બહારની દેવકુલિકામાં અમીઝરણાંની અમૃતવર્ષા ચાર કલાક સુધી અવિરત ચાલુ રહી શ્રી દિલી સંઘના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટેલ ઘટના તથા) યુવાશિબિર આદિ અનેકવિધ ; આરાધનાઓની ફળશ્રુતિરૂપે શ્રીસંઘને કર્મગ્રંથ પુસ્તક પ્રકાશન કાર્યમાં શ્રીસંઘના જ્ઞાનદ્રવ્યમાંથી સારી એવી રકમ ફાળવી શ્રુતજ્ઞાન ભકિતનો અપૂર્વ લાભ મળ્યો. શ્રીસંઘમાં દરવર્ષે દેવદ્રવ્યની થતી તમામ ઉપજમાંથી જીર્ણોદ્ધારનો અપૂર્વ લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે. દરવર્ષે શ્રીસંઘ દ્વારા કતલખાને લઇ જવાતા અંદાજીત ૩૦૦ થી ૪૦૦ મુંગા અબોલ જીવોની રક્ષાનો લાભ પ્રાપ્ત થાય છે. શ્રીસંઘમાં ધર્મસંસ્કારના સિંચનરૂપ નાના બાળકોથી માંડી પ્રૌઢ જ્ઞાનજિજ્ઞાસુ આરાધકોને સવાર-બપોર-સાંજ પાઠશાળા દ્વારા નવકારથી કર્મગ્રંથ-ભાષ્ય આદિ ગહન વિષયોનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પ્રભુભક્તિ-જ્ઞાનભકિત-જીવમૈત્રીની સાથે શ્રીસંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચનો અદ્ભુત લાભ પ્રાપ્ત થઇ રહ્યો છે. અમારા શ્રીસંઘના પરમ પુણ્યોદયે દરેક સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચના લાભ દ્વારા અનન્ય ગુરુભક્તિ થઇ રહી છે. શ્રીસંઘના જ્ઞાનભંડારમાં આશરે છ હજારથી પણ વધુ પુસ્તકો-પ્રતોનો લાભ જ્ઞાનજિજ્ઞાસુ ઉપાસકો લઇ રહ્યા છે. અમારા શ્રીસંઘમાં પૂર્વાચાર્યોએ ફરમાવેલ મર્યાદા-પરંપરા તથા જૈન સંસ્કૃતિના સિદ્ધાંતો દ્વારા ઉત્તરોત્તર કર્મનિર્જરા હેતુ આરાધનાનો લાભ લઇ ક્રમે મોક્ષમાર્ગે પ્રયાણ કરે તે અભ્યર્થનાથી સંચાલન થાય એવી શાસનદેવને અંતરકરણપૂર્વક શિ પ્રાર્થના..........
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy