________________
શ્રી શાહીબાગ-ગિરધરનગર જૈન શ્વે. મૂ. સંઘના જી અર્ધશતાબ્દિ વર્ષની પૂર્ણાહુતિએ જ્ઞાનભક્તિ અનુમોદન પ્રસંગે શ્રી સંઘનો સંક્ષિપ્ત પરિચય છે
પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી વર્તમાનકાળના જૈનશાસનના અધ્યાત્મયોગી સંઘસ્થવીર પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાની (પૂ. બાપજી મ.) આંતરપ્રેરણાથી વિ. સં. ૨૦૦૧માં અમારા શ્રીસંઘની સ્થાપના થઇ.
પૂજ્ય બાપજી મહારાજાની પ્રેરણાથી પ્રાચીન પ્રતિમાજી યુક્ત સુંદર કલાત્મક જિનાલય બનાવવાના મનોરથ સેવાયા અને પ્રાચીન પ્રતિમાજી પ્રાપ્ત કરવા અનેક પ્રાચીન જિનમંદિરોના શ્રીસંઘોને પત્રો લખવામાં આવ્યા તેમાં પ્રભુના સંકેત મુજબ પત્ર ઉદેપુર-દેલવાડાને બદલે આબુ-દેલવાડા પહોંચ્યો અને શ્રી સંઘને સંપ્રતિકાલીન પીળાપાષાણમય શ્રી ઋષભદેવ પ્રભુની પ્રાપ્તિ થઇ અને અમારા શ્રી સંઘના મૂળ આધાર પૂ.બાપજી મા. ના વરદહસ્તે વિ.સં.૨૦૦૯ માં પ્રભુ પ્રતિષ્ઠા મહામહોત્સવપૂર્વક થઇ અને સંઘની ઉન્નતિનો આરંભ થયો.
પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં વાત્સલ્યભાવે વિ. સં. ૨૦૧૪માં પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના માર્ગદર્શનથી પૌષધશાળાનું નિર્માણ થયું. | વિ. સં. ૨૦૨૯માં ૧૦૦ + ૧૦૦ + ૮૯ ઓળીનાં અપૂર્વ આરાધક પૂ. આ. ભ. શ્રી રાજતિલકસૂરિ મ.સા.ની પ્રેરણાથી કાયમી વર્ધમાન તપ આયંબિલ ખાતાની સ્થાપના થઇ. | વિ. સં. ૨૦૩૨માં પૂ. આ. ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. ભ.
શ્રી ૐકારસૂરીશ્વરજી મ. સા.ના માર્ગદર્શનથી શ્રી ઋષભદેવજિનપ્રાસાદનું વિસ્તૃતિકરણ તથા પૂ. આ. ભ. શ્રી ભદ્રસૂરિજી જ્ઞાનમંદિરનું નિર્માણ થયું.
| વિ. સં. ૨૦૩૪માં નૂતન બે દેવકુલિકાની પ્રાણ-પ્રતિષ્ઠા પૂ. આ. ભ. શ્રી રામચંદ્રસૂરિજી મ. સા.ની નિશ્રામાં થઇ. તેની દેવદ્રવ્યની ઉપજમાંથી હસ્તગિરિતીર્થે તળેટીમાં ચ્યવનકલ્યાણકજિનાલયનું શ્રીસંઘે નિર્માણ કરી પ્રતિષ્ઠા પૂ. આ. ભ. શ્રી ભદ્રકરસૂરિજી મ.સા.ના શુભહસ્તે થઇ.
વિ. સં. ૨૦૪૪માં ફરીથી શ્રી ઋષભદેવસ્વામી પ્રાસાદમાં નૂતન બે દેવકુલિકા નિર્માણ કરાવી પૂ. આ. ભ. શ્રી ભદ્રંકરસૂરિ મ.સા., પૂ. આ. ભ. રાજતિલકસૂરિ મ.સા., પૂ. આ.ભ.શ્રી ચંદ્રોદયસૂરિ મ.સા.ની નિશ્રામાં પ્રાણ-પ્રતિષ્ઠા થઇ. .