________________
એ જ રીતે, ઉપશમશ્રેણીથી નીચે ઉતરતાં જો ૧૦મા, ૯મા, ૮મા, ૭મા કે ૬ઢાગુણઠાણે આયુષ્ય પૂર્ણ થઈ જાય, તો ત્યાંથી પડીને સીધા ૪થા ગુણઠાણે વૈમાનિકદેવમાં ઉત્પન્ન થાય છે. એ રીતે, શ્રેણીમાં મનુષ્યભવનો નાશ થવાથી જે પતન થાય છે તે “ભવક્ષયથી પતન” થયું કહેવાય.
(૨) કાલક્ષયે પતન :
ઔપથમિક યથાખ્યાતસંયમી મહાત્મા ૧૧મા ગુણઠાણાનો કાળ પૂર્ણ થયા પછી ૧૦માં ગુણઠાણે આવે છે. ત્યાંથી ૯મા ગુણઠાણે આવે છે. ત્યાંથી ૮મા ગુણઠાણે આવે છે. ત્યાંથી ૭માં ગુણઠાણે થઈને ૬ઢાગુણઠાણે આવે છે. એટલે જે ક્રમે ચઢ્યા હતાં તે જ ક્રમે નીચે આવી જાય છે. તે “કાલક્ષયથી પતન” થયું કહેવાય.
ચિત્રનં૦૪૧માં બતાવ્યા મુજબ મ મહાત્મા ૧૧મા ગુણઠાણાનો કાળ પૂર્ણ થયા પછી ત્યાંથી ક્રમશઃ ૧૦મે, ૯મે, ૮મે, ૭મે, થઈને ૬ઢાગુણઠાણે આવી જાય છે. એટલે કે મહાત્મા જે ક્રમે ચડ્યા હતાં, તે જ ક્રમે પડતાં પડતાં ૬ઢા ગુણઠાણા સુધી આવી જાય છે. તે “કાલક્ષયથી પતન” થયું કહેવાય.
કોઈક મહાત્મા ૬ઢે ગુણઠાણે સ્થિર ન થાય, તો પમે ગુણઠાણે સ્થિર થાય, ત્યાં પણ સ્થિર ન થાય, તો ૪થા ગુણઠાણે સ્થિર થાય છે, ત્યાં પણ સ્થિર ન થાય, તો મિથ્યાત્વગુણઠાણે આવી જાય છે.
| જીવ “ભવચક્રમાં ૪ વાર” અને “એક ભવમાં બે વાર” ઉપશમશ્રેણી માંડી શકે છે. ૩૨ કર્મગ્રન્થનાં મતે જે જીવ એકભવમાં એકવાર ઉપશમશ્રેણી માંડે, તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકે છે. પણ જો એકભવમાં બે વાર ઉપશમશ્રેણી માંડી હોય, તો તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકતો નથી.
ઉપશમક સૂક્ષ્મસંપરાયગુણઠાણેથી ઉપશાંતમોગુણઠાણે આવે છે. અને ક્ષપક સૂક્ષ્મસંપરાયગુણઠાણેથી સીધા ક્ષીણમોહગુણઠાણે આવે છે. ૩૧. પંચસંગ્રહમાં કહ્યું છે કે, ઉપશાંતમોહગુણઠાણે આયુષ્ય પૂર્ણ થાય, તો તે જીવ સર્વાર્થસિદ્ધવિમાનમાં ઉત્પન્ન થાય. ૩૨. સિદ્ધાંતનાં મતે, ઉપશમશ્રેણી એકભવમાં એક જ વાર માંડી શકે છે. અને જે જીવે છે ભવમાં ઉપશમશ્રેણી માંડી હોય, તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણી માંડી શકતો નથી.
(૧૩૪)