SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃતભાષાની વડેદરાના પ્રાચ્યવિદ્યામન્દિર(સેન્ટ્રલ લાયબ્રેરી (સં. પુસ્તકાલય)માં થયા પછી અહિંની આ સંસ્થામાં હારા મિત્ર વ્યાકરણતીર્થ પંડિત જગજીવનભાઈની ચેજના થઈ અને તેમણે શરીરની અસ્વસ્થ સ્થિતિમાં પણ હિતેત્સાહ ન થતાં આ સંસ્થાને ઉન્નત કરવા પિતાથી બનતું કર્યું છે, અને આ સંસ્થાના વ્યવહારનિપુણ કર્તવ્યદક્ષ સંચાલકોએ તેમના ઉત્સાહને અખંડિત રાખે છે. એ રીતે સતેષકારક આવેલું પરિણામ જોતાં આનંદ થાય—એ સ્વાભાવિક જ છે. પ્રાકૃતભાષાની ઉપયોગિતા ” વિષયની પસંદગી કરી તે સંબંધમાં બેલવા મહને પ્રેરણા કરવામાં આવી છે–એ પ્રસંગેચિત છે, કારણકે-પ્રાકૃતભાષા તરફ સંસ્કૃતભાષાપ્રેમી વિદ્વાનોએ કેટલાક વખતથી દુર્લક્ષ્ય કરેલું જણાય છે, એટલું જ નહિ, આપણે જેને કે જેનાં સિદ્ધાંત-સૂત્રો અને જેનું પ્રાચીન બહેલું વામય એ જ અર્ધમાગધી અપરનામ આર્ષપ્રાકૃત ભાષામાં રચાયેલું મળી આવે છે, તેઓ પણ તે ભાષાના વિશેષ અભ્યાસ માટે ઘટતે આદર દર્શાવતા નથી-ઉચિત પ્રયત્ન કરતા નથી, માત્ર પ્રતિક્રમણદિ મૂળ સૂત્રેના મુખપાઠથી સંતોષ માની લઈએ છીએએ શેચનીય સ્થિતિ દૂર કરવાની આવશ્યકતા છે. પ્રાકૃતભાષાના વિશિષ્ટ ગુણેને ન સમજનારા સંસ્કૃતજ્ઞ કેટલાક પંડિતે તેને માત્ર જૈનેની જ ભાષા સમજી ધર્મના પક્ષપાતથી કે અજ્ઞાનજન્ય સંકુચિતતાથી અથવા એવા જ કોઈ ભ્રમમૂલક શુદ્ર કારણથી અકૃત્રિમ–સ્વાદુપદવાળી પ્રકૃતિ–મધુર પ્રાકૃતભાષાને અનાદર કરે છે તે તરફ પ્રેમ વરસાવતાં પાછાં પગલાં ભરે છે. સંસ્કૃત ભાષાના પક્ષપાતી કેટલાક સાક્ષરે પ્રાકૃત
SR No.032396
Book TitlePrakrit Bhashani Upayogita
Original Sutra AuthorN/A
AuthorLalchandra B Gandhi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1932
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy