SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ २६० સાગર ભ ગરચનાને પામે છે. તત્વાર્થભાષ્યકાર પણ કહે છે કે -વર્ષા વરમાળવું જોવું પરિણામના gવ મન્તિ' એટલે સ્પર્ધાદિ ચાર પરમાણુઓમાં અને રકધમાં પરિણામથી ઉત્પન્ન થવાવાળા હોય છે. પ્રશ્ન ૧૨૧૪-હંમેશાં ધર્મની આરાધના કરવાનું શ્રેષ્ઠ છે એ વાત કબુલ છે, પણ આઠમઆદિ તિથિયોએ આરાધના કેમ? સમાધાન-જે હમેશ ધર્મની આરાધના થાય છે તે નિરાલંબનપણે હોય છે અને તેથી તે શ્રેષ્ઠ જ છે, પરંતુ જેઓ તેમ ન કરી શકે તેઓને અંગ આદિ આગ આઠમ, ચૌદશ, પુનમ અને અમાવાસ્યા એમ ચાર પર્વ અને છ તિથિની આરાધના કરવાની આવશ્યકતા છે એમ વિધિવાદે જણાવે છે અને અંગઆદિ આગમમાં શ્રાવકેના વર્ણનની વખતે ચૌદશ-આઠમ-અમાવાસ્યા અને પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ પૌષધ કરવાનો અધિકાર જણાવે છે, જો કે તે તે શ્રાવકે કે જેઓનાં વર્ણને અંગઆદિ આગમગ્રન્થમાં છે તેઓ પર્યુષણ અને સંવછરી જેવા પર્વોમાં પૌષધ કરતા નહેતા એમ નહિ,–પરંતુ દરેક મહિનાના નિત્યાનુષ્ઠાન તરીકે ત્ર ચૌદશઆદિ ચાર પર્વ તથા છ તિથિના પૌવધની કર્તવ્યતા તેમને માટે જણાવી છે. એટલે વર્તમાનકાળમાં પણ શાસનને અનુસરનારા તથા શાસ્ત્રોને માનનારા મહાનુભાવ શ્રાવકે આઠમ, ચૌદશઆદિની આરાધના નિયમિત કરે તે યોગ્ય જ છે. આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રાચાર્યજી પણ ગશાસ્ત્રમાં “પતુપએ શ્લેક કહીને આઠમઆદિની આરાધના નિયમિતપણે કરવાનું જણાવે છે. શ્રીશ્રાદ્ધદિનકૃત્યસૂત્રકાર પણ “છઠું તિહીં.' એમ કહી એજ વાત જણાવે છે. વળી લવણસમુદ્રની શિખા પણ દરેક માસની અપેક્ષાએ ચૌદશ અમાવાસ્યા અને પુનમે વધતી કહેવાય છે, તેથી અખાતીજ વિગેરેની અનિયમિત વૃદ્ધિને નથી ગણતા એમ નથી, વળી મધ્યગ્રહણથી આદ્યતનું ગ્રહણ ગણીને પર્વ અને માસના મધ્યે અષ્ટમી પૂર્ણિમા કે અમાવાસ્યા લઈ પફખી તરીકે ચૌદશને લેવામાં નવાઈ
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy