SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સાગર પ્રશંસનીય જ છે. તથા છકાયના આરંભથી થતાં આહારપાણી પાપરૂપ છે છતાં તેનાથી બનેલું દાન એ એવી ચીજ છે કે કેવલિમહારાજ પણ તેને અનુમોદના લાયક કહે. વળી દ્રવ્યપૂજાની વિરૂદ્ધતામાં નાનાદિને પહેલે પ્રસંગ છતાં બાળ ને જીતિ” એમ કહેતા નથી, પરંતુ પુરું ન દૃષ્ઠતિ એમ કેમ કહે છે ? બારીકદષ્ટિથી જેનાર સ્પષ્ટપણે જાણી શકશે કે પ્રથમ તે શાસ્ત્રકારો નિષેધધારાએ પણ દ્રવ્યપૂજામાં પુષ્પાદિકને જ મુખ્યપદ આપે છે. બૌદ્ધોએ પુરિકાપુરીમાં પણ તેને જ નિષેધ કર વી શાસન હેલના કરાવી હતી, અને ભગવાન સ્વામીજીએ પણ ફુલ લાવવાધારાએજ શાસનની ઉન્નતિ કરી હતી એટલે સ્પષ્ટ થયું કે ક્રેઈપણ ન્હાને પુષ્પની પૂજામાં ન્યૂનતા લાવનાર ભગવાન શ્રીજિનેધરની પૂજાનું વિન કરનારજ છે વળી મનુષ્ય વનસ્પતિ કે જે ઘણે અંશે મનુષ્યને મળતા ધર્મવાળી છે તે વનસ્પતિના આરંભની ઇચ્છા કરે કે પ્રવૃત્તિ કરે તે આરંભથી નિવૃત્ત થયેલ કોઈ પણ પ્રકારે ગણાય નહિ તેમ હોઈ શકે નહિ માટે તે સંબંધી આરંભ અને પ્રસંગ દેવને વારવા માટે Twi” એમ કહેવામાં આવ્યું. બાકી મહાવ્રતરૂપ ભાવપૂજાવાળાને પણ વંશવત્તિયાણ' આદિ કહી દ્રવ્યપૂજાનું ફલ તો ઈચ્છવા લાયકજ છે. પ્રશ્ન ૯૬૯-ચિલાતીપુત્રને સુસુમાને માર્યા પછી માથું લઈને જતાં સાધુ મલ્યા, તેમને ધર્મ પૂછ્યો, એ તો ભવિતવ્યતા ગણાય અને તે સંભવિત પણ ગણાય, પરંતુ સાધુએ કહેલા ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ પદને અર્થ તેણે વાસ્તવિક રીતે કેમ જાણ્યો? સમાધાન–એક વાત તો ચેખી છે કે તે ચિલાતીપુત્રને જીવ પૂર્વભવમાં સાધુપણામાં રહેલે હતો, તેથી આ ભવમાં જન્મથી અધમતાવાળે છે છતાં પણ પૂર્વભવના માત્ર અભ્યાસથી જ તેણે તે પદને અર્થ વાસ્તવિક રીતે જાણ્યો છે. જો કે જાતિસ્મરણનું કારણ નહિ હેવાથી જાતિસ્મરણ થયું નથી. પરંતુ પહેલાના ભવના અનિચ્છાવાળા અભ્યાસથી
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy