SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૨૯ પ્રશ્ન -જીવ, કર્મ અને એ ઉભયને યોગ આ ત્રણેય વસ્તુઓ અનાદિ છે. આ વાક્ય કેટલાક સમજણ વગરનું છે એમ કેમ કહે છે? સમાધાન–શાસ્ત્રકારો છવ અનાદિ છે એમ માની તેને ભવ અનાદિ માને છે અને તે અનાદિભવ અનાદિના કર્મ સંગથી થયેલ છે. એમ જે જણાવે છે તેને અનુસરતું એ છે. માત્ર શાસ્ત્રીય વાક્ય વૈરાગ્યના હેતુ તરીકે ભવની અનાદિતા અને આશ્રવના રોધને માટે ભાવનું કર્મના વેગથી થવાપણું જણાવવાની પરમાર્થતા ધરાવે છે. ત્યારે આ વાક્ય કર્મ અને તેને યોગને અનાદિ જણાવી ઉપર જણાવેલ પરમાથને પ્રગટ કરવામાં સરળતા ધારતું નથી. જીવનું પર્યાયરહિતપણે અવસ્થાન નથી એ માટે ભાવનું અનાદિપણું અને ભવની આકસ્મિક્તા નથી એ જણાવવા અનાદિ કર્મ સયોગથી નિષ્પન્નતા બતાવવા જે વાક્ય ઉપયોગી હતું તે અહીં ત્રણની અનાદિતા સાબીત કરવા લેવામાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ વિકાસને સમજાવી શકે નહિ જ, વળી યોગ શબ્દ વાપરવાથી દ્રવ્યાકર્મની અનાદિતા થાય, અને એ રીતે તે સિદ્ધદશામાં પણ વ્યકર્મરૂપ પુદગલેને સંબંધ નથી એમ કોઈથી. કહેવાય તેમ નથી. પ્રશ્ન ૯૬૨-જીવ અને કર્મને યોગ એજ સંસાર છે. એ વાકય બોલવામાં સમજણુની ખામી કેમ ગણાય છે? સમાધાન-વસ્તુસ્થિતિને જાણનાર સમગ્દષ્ટિઓ સ્પષ્ટપણે સમજે છે કે ચૌદરાજકમાં ત્રસનાડી તે શું પરંતુ ત્રસ અને સ્થાવર એવા બનેના સ્થાનમાં એક આકાશપ્રદેશ પણ એ નથી કે જ્યાં અનંતાનત કર્મ પુદગલે ન હોય, અને તે તે આકાશમાં અવગાહેલ આત્માઓ પછી ભલે તે સંસારી હોય કે મુક્ત હોય તેઓને તે સંબંધમાં આવે નહિ એમ તે ન જ બને એટલે યોગ એ સંસાર ન કહેતાં કર્મબંધ આદિને સંસાર કહેવામાં શાસનની છાયા રહે છે. આ વાત “મને – નિgિ ' વિગેરેમાં યોગશબ્દ ન વાપરતાં સંયોગશબ્દ વાપર્યો છે તેથી સ્પષ્ટ છે સોગ કારણ અને સંસાર એ કાર્ય છે.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy