SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૧૫ મા, તેમજ બીજી વ્યુત્પત્તિમાં પર્વદિવસેજ ઉપવાસાદિ કરવાં તે પૌષધ એવો અર્થ થાય અને જેને કોઈ પણ એવો મત નથી કે જે પર્વ સિવાયના દિવસોમાં ઉપવાસાદિ નહિ કરવાં એવી માન્યતા ધરાવતા હોય, ખરતરે જે આ ઉપરથી પર્વદિન લેવા માંગે તો પ્રથમ તો શ્રીઅભયદેવસૂરિજીએ કરેલા ચાલુ અર્થને અમાન્ય કરનાર ઠરે અને વળી પર્વ સિવાય ઉપવાસ પણ નહિ, એવું માનનારા થઈ જાય. આહારાદિક ચાર પ્રકારનો પૌષધ પર્વ સિવાય ન થાય એ અર્થ તે કેઈથી સીધી રીતે થઈ શકે તેમ નથી. શ્રીઅભયદેવસૂરિજી અભક્તાર્થને ઉપલક્ષણમાં ન લેતાં વ્યુત્પત્તિ અર્થ જ છે એમ કહી તે અર્થને વ્યર્થ કરે છે અને પર્વે કે અપર્વે આહારાદિકનો ત્યાગ કરાય ત્યારે ત્યારે પૌષધજ કહેવાય એમ સ્પષ્ટ કરે છે. પ્રશ્ન ૯૩૫-જાતિસ્મરણ જ્ઞાનને શ્રીઆવશ્યકવૃત્તિમાં વજસ્વામિજીના અધિકારમાં તેમજ સમવાયાંગાદિમાં ચિત્તસમાધિના અધિકારમાં સંપત્તિજ્ઞાન તરીકે કેમ લીધું છે? સમાધાન-જાતિસ્મરણજ્ઞાન મનની પર્યાપ્તિવાળા સંશિઓને જ હેય છે તેથી, અથવા સંક્ષિપણના ભોજ માત્ર તે જાતિસ્મરણથી જણાય છે તેથી, અથવા મતિ, મૃત અને અવધિજ્ઞાને અપર્યાપ્ત અવસ્થામાં મન સિવાય પણ હય, પરંતુ આ જાતિસ્મરણ તો ભવાંતરથી લાગલગાટ ચાલે નહિ અને સંક્ષિપણું મેળવ્યા પછી જ મળે, એટલે ગેય જ્ઞાતા અને અવધિમાં સંક્ષિપણાની જરૂર ગણી સંતાન ગણાયું હેય. પ્રશ્ન ૯૩૬–પર્વ તિથિને દિવસે અથવા સામાન્યપણે સચિત્તાહારને oડાય છે તો આરંભ કેમ છૂટે રહે છે? સમાધાન-એટલું સમજવું જોઈએ કે શાસ્ત્રકારે આરભ કરવાની આજ્ઞા આપતા નથી; તેમ તેની અનુમોદના કરતા નથી, પરંતુ
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy