SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સાગર નથી પણ તિથિની ગણતરીનું અને પ્રમાણિકતા એટલે આરાધનામાં ઉપયોગીપણાનું વિધાન છે અને તે જ વાત શાસ્ત્રકારે પ્રમા” શબ્દ વાપરીને સ્પષ્ટ કરે છે અહીં તિથિનું વિધાન નથી. પણ તિથિની પ્રમાણિકતા એટલે આરાધનાની ઉપયોગિતાનું વિધાન છે પણ તે ઉદયયુક્તતાને ઉદ્દેશીને કહે છે અને તેથી જ “ક્ષ પૂર્વાને અર્થ એ જ કરવો પડે છે કે સૂર્યોદય વિનાની તિથિ હોય ત્યારે તેનાથી પૂર્વની ઉદયવાળી તિથિને પ્રમાણ માનવી એટલે ઉદયવાળી એકમઆદિને ઉદયવાળી બીજ આદિ માનવી અને એજ હિસાબે “વૃદ્ધો મર્યા તથા ને અર્થ એજ કરવો પડે કે તિથિની વૃદ્ધિ હોય ત્યારે “1” એટલે બીજી તિથિને જ ઉદયવાળી ગણને પર્વતિથિપણે માનવી એટલે જેમ ક્ષયમાં પડવા આદિને ઉદય બીજઆદિના ઉદયપણે લેવો. તેવી જ રીતે બીજી બીજઆદિને સૂર્યોદય જ બીજઆદિપણે માનવો એટલે પહેલી બીજનો સુર્યોદય એ બીજનો સૂર્યોદય જ નહિ પણ તેને પડવાનો સૂર્યોદય માન. અને આજ કારણથી આચાર્ય મહારાજ શ્રી હીરસૂરિજી બીજી અગીઆરસ વિગેરેને ઔદયિકી તિથિ ગણે છે. અને પહેલી બીજ વિગેરેને અનૌયિક ગણીને સ્પષ્ટપણે પડવાઆદિપણે જણાવે છે. આ સવ હકીકત વિચારનારને સ્પષ્ટપણે માલુમ પડશે કે માત્ર આરાધનાના અંગેજ ઉદયવાળી પ્રમાણ. પૂર્વોદય પ્રમાણ અને ઉત્તરદય પ્રમાણ આ વ્યવસ્થા કરવામાં આવી છે અને તેથી શાસ્ત્રકારે સ્પષ્ટ કહે છે કે ઉદય ન હોય તો પણ એટલે પર્વ તિથિનો ક્ષય હોય તો પણ ઉડાવવી નહિ. અછતો પારકો ઉદય પણું આરાધના માટે લે અને છતો પણ ઉદય આરાધના બેવડાઈ ન જાય માટે ન ગણવો. આ વસ્તુ જે બરોબર મગજમાં ઉતરશે તો સ્પષ્ટ થશે કેશનિવારે અને રવિવારે તેરશ માનીને, સમવારે ચૌદશ તથા મંગળવારે પુનમ માનવી તેજ વ્યાજબી છે. વળી પુનમ કે અમાવાસ્યાના ક્ષયની વખતે તે તેરશે ચઉદશને અને ચઉદશે પુનમ અમાવાસ્યાનો ભોગ હોવાથી જેમ એક પર્વની આરાધનાની રક્ષા માટે કરાય છે તેમ બે
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy