SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન-તીર્થયાત્રા ઘણું આડંબરથી જ થવી જોઈએ. શક્તિસંપન્ન કૃષ્ણમહારાજ અને કુમારપાળના તીર્થયાત્રામાંના મહાન આડંબરના દેવવંદન અને નિયમેના આધારે તેવા આડંબર માસામાં ન કરી શકાય તેથી તથા ચોમાસામાં પર્વતમાં છત્પત્તિ પણ વિશેષ હોવાથી ઉપર ન ચઢી શકાય. તીર્થકર ભગવાનનું સમવસરણ પણ ચોમાસામાં મુખ્યતાએ થતું નથી. પ્રશ્ન ૧૧૩–વિદ્વાન વ્યાખ્યાનકારોને વિવેક (સમ્યકત્વ) ટકે કયારે? સમાધાન–આગમરૂપ અરિસાનું અવલોકન કરીને શાસ્ત્રની પ્રરૂપણું કરે ત્યારે, અને અનુપગ કે અણસમજથી થયેલી પ્રરૂપણું શાસ્ત્રથી વિરૂદ્ધ માલમ પડે તે તે ફેરવવામાં એક ક્ષણ પણ વિલંબ કરે નહિ ત્યારે. પ્રશ્ન ૧૧૪-મૂર્ત એવા શરીરના રોગાદિક વિકારે જાણી શકાતા નથી. તે પછી અમૂર્ત એવા અધર્મરૂપ વિકારે કેવી રીતે જાણું કે જોઈ શકાય? સમાધાન–શારીરિક પરીક્ષામાં પાસ થયેલ ડોકટરે પિતાના અભ્યસ્તગ્રન્યાદિના આધારે દરદીના દરદ અને વિકાર જાણી શકે છે. તેવી રીતે સર્વજ્ઞકથિત વચને જાણનાર મહાપુરૂષે અમૂર્ત એવા આત્માની સ્વભાવવિભાવદશા, આત્મવિકાર-તે આત્માને કર્મજન્યરેગ વગેરે બધું સર્વજ્ઞશાસ્ત્રોના આધારે પારખી શકે છે. પ્રશ્ન ૧૧૫–અંધભક્ત કણ કહેવાય? સમાધાન–જેમ કૃષ્ણને માનનારા કૃષ્ણની મૂર્તિઓને નમે અને નાટકમાં તથા રામલીલામાં આવેલ કૃષ્ણને પણ નમે તે. કારણ કે તેઓ મૂર્તિ અને નાટકીયામાં ભેદ સમજતા નથી. તેવી રીતે જેઓ હેતુ યુક્તિ અને સ્વરૂપને ન સમજે અને હેતુ–આદર્શસિદ્ધ થતા પદાર્થથી વિરૂદ્ધ પદાર્થને કદાચહથી માને તે અંધભક્ત ગણાય.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy