SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૮) પાલન કરવાને યથાર્થ રસ્તે પાંચ મહાવત હોવાથી છ છવનિકાયને સમવતાર પાંચ મહાવ્રતમાં થાય છે અને તે પાંચ મહાવતેને વિષય સર્વદ્રવ્ય હોવાથી તેને સમાવતાર સર્વદ્રવ્યોમાં થાય છે એમ કહી નિર્યુક્તિકાર મહારાજ સમુચ્ચયે પાંચ મહાવ્રતને સર્વદ્રવ્યવિષયક જણાવે છે છતાં જુદા જુદા મહાવતે લઈએ તે પ્રાણાતિપાત વિરમણમાં હિંસાથી વિરતિ હોવાને લીધે સર્વજીવ જ વિષયભૂત છે, બીજા અને પાંચમા મહાવ્રતમાં જુઠ અને મમત્વને ત્યાગ હોવાથી સર્વદ્રવ્ય વિષયભૂત થાય છે અને ત્રીજા મહાવતમાં નહિ દીધેલ એવા ગ્રહણ કરવા ને ધારણ કરવા ગ્ય દ્રવ્યને ત્યાગ કરવાનું તથા દેવતાઈ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી સ્ત્રીઓને ત્યાગ હેવાથી માત્ર પુદગલદ્રવ્યને અંગે હેય છે ને તેથી તે ત્રીજુ અને શું બન્ને મહાવતે પુલવ્યના પણ એક ભાગને જ અંગે છે. આવી રીતે જુદાં જુદાં મહાવતે જુદા જુદા વિષયવાળાં છે પણ સમુચ્ચયે પાંચે મહાવતે સમ્યકત્વને અંગે છે તે સ્પષ્ટ સમજાય તેમ છે. પ્રશ્ન ૬૭૨–સાનાવરણીય વિગેરે કર્મોને ઉપક્રમ (નાશ) જેમ જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનની ભક્તિ આદિ દ્વારા કરી શકાય છે તેવી રીતે આયુષ્યને અંગે જેટલું બાંધ્યું હોય તેટલું જ ભેગવાય છે કે તેમાં ઓછાપણું થાય છે? સમાધાન-જ્ઞાનાવરણીયઆદિક કર્મો જેમ નિકાચિત અને અનિકાચિત એમ બે પ્રકારનાં હોય છે અને અનિકાચિત એવાં જ્ઞાનાવરણીયઆદિકને જ્ઞાનાદિની ભક્તિ આદિ દ્વારાએ નાશ થાય છે અને નિકાચિત એવા જ્ઞાનાવરણીયમાં ભક્તિ આદિ દ્વારા નાશ નહિ થતાં કેવલ ભેગવવા દ્વારાએ જ નાશ થાય છે, તેમ આયુષ્યકર્મ પણ અનપવર્તનીય નિકાચિત) હોય તે પુરું ભેગવાય છે પણ અપવર્તનીય (સોપક્રમ, અનિકાચિત) હેય તે રાગદ્વેષાદિ દ્વારાએ જલ્દી ભગવાઈ ટુંકા વખતમાં પણ તેની સમાપ્તિ થાય છે; અર્થાત આઠે કર્મોને ઉપક્રમ લાગે પણ છે ને નથી પણ લાગતે.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy