SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૭) પદ પ્રમાણ જાણવું એટલા જ માટે ભગવાન નિયુક્તિકાર મહારાજ એમ કહે છે અર્થાત એકેક ચૂલા વધારતા જઈએ તે પદનું પ્રમાણ પણ બહુ બહુતર થતું જ જાય. આજ કારણથી શ્રી નિશીથસૂત્રમાં નવબ્રહ્મચર્યને વંચાવ્યા સિવાય શેષ ઉપરનું અંગાદિ શ્રત વંચાવે તે પ્રાયશ્ચિત્ત જણાવતાં શ્રી આચારાંગજીને નવબ્રહ્મચર્યના નામે ઓળખાવ્યા છે. પ્રશ્ન ૬૭૦–અસંખ્યાતા સંયમસ્થાનમાં પહેલું પણ સંયમસ્થાન જ્યારે સર્વ આકાશના પ્રદેશો કરતાં અનંતગણું પર્યાયવાળું છે તે પાંચ મહાવ્રતોને પર્યાયના અનતમા ભાગે જણાવે છે તેનું શું કારણ? સમાધાન–સમ્યકત્વ જેને ન હોય તેને જ્ઞાન ન હોય અને જ્ઞાન જેને ન હોય તેને ચારિત્ર ન હોય એટલે જઘન્યસંયમસ્થાનમાં સમ્યકૃત્વ અને જ્ઞાનના પર્યાયે પણ સાથે લઈ ચારિત્રના પર્યાની ગણતરી કરી છે ને તેથી તે જધન્યસંયમસ્થાનના પર્યાય સ્વીકાર કરતાં અનન્તગુણ છે પણ પાંચ મહાવ્રતના પર્યાય ગણતાં કેવલ મહાવ્રતના જ પર્યાયે લીધેલા હેવાથી પર્યાના અનંતમા ભાગે કહેલા છે. પ્રશ્ન ૬૭૧ - હિંસા વિગેરેથી વિરમવારૂપ પાંચ મહાવતે હેવાથી તે મહાવતને વિષય સર્વદ્રવ્ય કેમ બને? સમાધાન-આચારાંગજી બીજા ધ્રુતસ્કંધવાળી ચાર અને આચારપ્રકલ્પ જેનું બીજું નામ નિશીથ હેવા સાથે તે પૃથક હેવાથી જે નિશીથસૂત્રરૂપે કહેવાય છે તે પાંચમી એમ પાંચ ચૂલાને આચારાંગ કહેવાય છે ને તેને સમાવતાર પ્રથમ શ્રુતસ્કંધ જે નવ અધ્યયન પ્રમાણ અને સાધુઓના આચારમય હોવાથી નવ બ્રહ્મચર્ય નામે ઓળખાય છે તેમાં થાય છે. સમગ્ર સાધુ આચાર છ જવનિકાયની વિરાધનાના પરિહાર અર્થે હેવાથી નવ બ્રહ્મચર્યને સમવતાર શસ્ત્રપરિજ્ઞા નામના પ્રથમ અધ્યયનમાં થાય છે ને વિરાધનાને ત્યાગ છ છવનિકાયવિષયક હોવાથી શસ્ત્રપરિજ્ઞાને સમવતાર છ જવનિકાયમાં થાય છે અને છ જવનિકાયનું
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy