SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમની આઠમી સદીથી સેળમી સદીના મધ્યભાગ સુધી અપૂર્વ જાહેરજલાલી અને ધર્મ પ્રકાશથી ઝળહળતા આ પ્રદેશમાં તે વખતે શ્રી અદબદજીના દહેરાસરથી માંડી પૂર્વ દિશા તરફ એકલા દહેરાસર જ દહેરાસર, વૃદ્ધ પુરૂષની કહેતી પ્રમાણે ત્રણસો આઠ ઝાલર આરતી-ટાણે વાગતી. આ રીતના ૩૬ ૦ દેરાસરાના જૂથવાળે આ દેવકુલપાટક તરીકે કહેવાતે, જે આજે ક્રમે કરી-દેઉલવાડા દેલવાડા થયેલ છે. - આજે પણ આ સ્થળે અતિભવ્ય બાવન જિનાલયવાળા ચાર વિશાળ જિનમંદિરો ભેયરા અને વિશાળ જિનબિંબો સાથે શેભી રહ્યા છે. વળી આ પુણ્યભૂમિ પર સહસાવધાની સૂરિપુરદર પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મ. શ્રીએ સંતિક જેવા મહાપ્રભાવિક સ્તોત્રની ૧૩ ગાથાની રચના શ્રી સંઘના હિતાર્થે કરેલ. તેમજ આ ગામની બહાર પૂર્વ અને ઉત્તર ભાગે બે નાનકડા પર્વત છે, જે હાલ તે વેરાન હાલતમાં છે જેના પગથીયાં કયાંક દેખાય છે તે પર્વત ઉપર પ્રાચીન જિનમંદિરોના અવશેષ ગર્ભગૃહ વગેરેના ખંડેર, કેટલીક ખંડિત જિનમૂતિઓ વગેરે હાલ પણ છે. બંને પર્વતને વૃદ્ધ પુરુષો શત્રુંજય ગિરનારની સ્થાપનારૂપ જણાવે છે. ૪ મેવાડની રાજ્યગાદી ઉદયપુરમાં આવ્યા પછી પ્રતાપી અને ન્યાયી તરીકે પ્રખ્યાત મહારાણા રાજસિંહજીએ વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં જનતાના હિતાર્થે ભવ્ય કલાસમૃદ્ધ અનેક તરણે ૧૧૦
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy