SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન આ દેશી રમતો' પુસ્તકની પુનર્મુદ્રણરૂપે ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. બાળકો તેમ જ યુવાનો માટે રમતો અને કસરતનું મહત્ત્વ વિશેષ છે; પરંતુ હાલમાં ઘર અને શાળાઓમાં તે સંબંધી પૂરતું ધ્યાન અપાતું જોવામાં આવતું નથી. આ સ્થિતિમાં આપણા દેશની રમતે વિષેની ઉપયોગી અને વિગતપૂર્ણ માહિતી મળી શકે એવાં પુસ્તકો તૈયાર થાય એ ખૂબ જરૂરી છે. બાર વર્ષનાં બાળકો માટેનું “બાળ રમતો- નામનું આ જ લેખકનું પુસ્તક આ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલું છે. અને હાલ તે મળે પણ છે. તેરથી મોટી ઉંમરનાં બાળકો માટેના આ પુસ્તકમાં નાની મોટી ૧૨૧ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને તે રમતો રમવા માટેની માહિતી આપતાં ૩૫ ચિત્રો પણ આપવામાં આવ્યાં છે. આ પુસ્તકને બાળકો, શિક્ષકો અને વાલીઓએ જે ઉમળકાભેર અપનાવ્યું છે તેમ આ નવી આવૃત્તિને પણ અપનાવશે એવી આશા છે. વલ્લભવિદ્યાનગર, ] “સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી તા. ૫-૪-૧૭૦ ઈ એચ. એમ. પટેલ (પ્રમુખ) [૩]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy