SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૫ મું વડે જ સમાજનું જીવન સમૃદ્ધ બને છે, તેમ જ દેશ અને ધર્મની ઉન્નતિ સધાય છે. આ વસ્તુ સ્થિતિ છે, છતાં બીજી બાજુ સ્ત્રીઓ માટે હલકા શબ્દો પણ વપરાતા આવ્યા છે. આ ખૂબ જ નવાઈની વાત છે, અને સાથે જ ખેદજનક પણ છે. પરંતુ વર્તમાન યુગના પત્રકાર આગળ એ એકદેશીય પક્ષપાતનું ગુંજન પલાયન કરી જાય છે તે આ પ્રકારની ઉક્તિઓ છે भवस्य बीज नरक-द्वार मार्गस्य दीपिका । शुचां कन्दः कलेमूल, दुखानां खनिरङ्गना ॥ १ ॥ અર્થાતુ–સ્ત્રીસંસારનું બીજ છે, નરકના દ્વારા માર્ગની દીવાદાંડી છે, શોકનું કેન્દ્ર છે, કજીયાનું મૂળ છે, અને દુઓની ખાણ છે. આ ઉક્તિ સામે નવયુગને જવાબ છે કેभवस्य बीज नरक-द्वारमार्गस्य दीपकः । शुचां कन्दः कलेर्मूल, दुखखानिश्च पूरुष ॥ १ ॥ અર્થાત્-પુરૂષ સંસારનું બીજ છે. નરકના દ્વાર માર્ગને દી, શોકનું કેન્દ્ર, ગગડાનું મૂળ અને દુઃખની ખાણ છે. आपदामाकरो नारी, नारी नरकवर्तनी ॥ विनाशकारण नारी, नारी प्रत्यक्षराक्षसि ॥ १ ॥ આવા આક્ષેપ સામે વર્તમાન યુગનું સ્ત્રી જગત ધારે તે. ચેખું સંભળાવી શકે તેમ છે કે पुरूषो विपदा खानिः, पुमान नरकपद्धतिः । पुरूपः पाप्मनां मूल, पुमान् प्रत्यक्षराक्षसः ॥ १ ॥
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy