SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંત્યાન'દ ગુણમજરી, પ્રકરણ ૧૫ મુ ૧૦૫ આ ઉક્તિમાં સ્ત્રીનું મહત્ત્વ કઈ હદ સુધી વણુ વાયુ છે તેના વાચક–વાચિકાએ ખ્યાલ કરશે. સ્ત્રીઓની ધાર્મિક ભાવના પુરૂષો કરતાં પ્રાયઃ વિશેષ રૂપ જોવામાં આવે છે. જે આચારો કે નિયમેાના સસ્કારી સ્ત્રીએના દિલમાં નંખાય છે, તેમને તેએ ખૂબ જ ચુસ્તપણે વળગી રહે છે. જૈન શાસ્ત્રામાં અને જૈન પ્રાચીન આગમામાં જ્યાં તીર્થંકર ભગવ`તાના સંધ-પરિવારનું વર્ણન આવે છે. ત્યાં સાધુઓ કરતાં સાધ્વીઓની, અને શ્રાવકા કરતાં શ્રાવિકાઓની સખ્યા વિશેષ નોંધાએલી મળે છે. સામાન્યતઃ સ્ત્રીની મનેાવૃત્તિ સહેજે કામળ હોય છે. તેનું એ જ કારણ છે કે, ધાર્મિક ભાવનાના વાતાવરણને તે શીઘ્ર સ્પશે છે; અને જે જે આચાર, તપ, વ્રત કે નિયમ માટે તેના હૃદય પર અસર થાય છે તેને પાળવામાં તે 'મેશાં મક્કમ રહે છે. મુશ્કેલીઓને સહન કરવાની ધીરજ ખરેજ તેની વખાણવા લાયક હોય છે. અને આફતના વખતમાં જ્યારે પુરૂષ એકદમ ગભરાઈ ઉઠે છે, ત્યારે સ્ત્રીનું ધૈર્યબળ તેને એક એધદાયક પાઠ રૂપ થઇ પડે છે. બુદ્ધિ, ડહાપણુ, ધૈય, સહિષ્ણુતા, તપ કે શિક્ષણમાં જેટલી ઉન્નતિ પુરૂષ કરી શકે છે, તેટલી સ્ત્રી પણ કરી શકે છે. એટલે મનુષ્યતાના કલાસમાં સ્ત્રીનું સ્થાન પુરૂષ કરતાં જરા કાણુ ઉતરતું નથી. બન્ને સમાજ રૂપ થનાં ચક્રો છે, અન્ને એક ખીજા વગર અપૂર્ણ છે, અને બન્નેના સુસહયેાગે જ અન્નના ઉત્કષ છે, તેમ જ ગૃહસ્થાશ્રમની શેાભા છે; અને એ
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy