________________
ગુજરાતી પદ્યાનુવાદ...
સ્મરણ
શ્રી નવકાર મંત્ર D
(સવૈયા–એકત્રીશા) નમસ્કાર હે અરિહંતને, અંતર શત્રુતણાં હરનાર, નમસ્કાર હે સિદ્ધ સકળને, અજરામર પદના ધરનાર; નમસ્કાર હે આચાર્યોને, પાળે પળાવે પંચાચાર, નમસ્કાર હે ઉપાધ્યાયને, ભણે ભણાવે આગમસાર. ૧ નમો લોકમાં સર્વ સાધુને, પંચ મહાવ્રત પાલણહાર, એ પાંચે નમસ્કાર સર્વથા, સર્વ દુરિતોને હરનાર; સર્વમંગળ માહે એ મંગળ, પ્રથમ સર્વમાં ઉત્તમ એહ, દુર્લભ ભવસાયરને તારક, મંત્રરાજ મનમોહક તેહ. ૨