SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણું કયુ ઓં નર શઠ રહે હરિ જત, ભ્રમ થકી ચિત્તજ્ઞાન ને ભાસે કાગ' કહે છે ગુરુ મુક્તાનંદ, આપ હી આતમજ્ઞાન પ્રકાશે” [૨] લોકજીવનના વાલમીકિ પછી તે આધ્યાત્મિકતાના રંગે રંગાઈ ગયેલા દુલા કાગે રામાયણ-મહાભારતને અભ્યાસ કરવા માંડ્યો. વિચારસાગર, પંચદશીગીતા વગેરે ગ્રંથ મોઢે કરી લીધા. પુરાણોનો પરિચય મેળવી લીધે. ગુરુની આશીર્વાદપ્રસાદી પ્રાપ્ત થતાં દુલાની મુગ્ધ હૈયાકટરીમાં ભક્તિનું માધુર્ય ઘોળાયું. એ માધુર્યમાં કલમ ઝબકેળી ને એમણે ભજન રચવા માંડયાં. રામાયણ જેવા વિરલ ગ્રંથનો નીચોડ અભણ લેકે સમજી શકે એવી લેકભોગ્ય વાણીમાં આપીને લોકજીવનના વાલમીકિ બની રહ્યા. દરબારી અને બંધાણી ડાયરા કરતાં સંત મહાત્મા એને સંગ દુલાને વધુ ગમત. સાધુઓને સમાગમ થતાં એનું અંતર કેળી ઊઠતું. મજાદરના મલક ફરતા વીસ વીસ ગાઉ માથે હાક વગાડતા માથાના ફરેલ કરમી બાપને પિતાનો દીકરે ‘ભગત” થાય એ કયાંથી ગમે ? ગજાનન ગણેશની પૂજા કરતા દીકરાને બાપ ઘણીવાર સમજાવતા અને કહેતા : “દીકરા ! હવે આ સીંદરા ખેંહવા મૂકી દે. બાંધ કેડેયે તરવાર ને હાલ્ય મારી ભેળે. કો'ક દિ' આમ કરતા કરતા સાધુડો થઈ જઈશ તે મારું આ રજવાડું કેમ સચવાશે ? એને સાચવવા તે “છાંટોપાણી” કરીને આંખ રાતી કરવી જોઈ.' બાપ ઈચ્છતા કે, પિતાનો દીકરો તેમાં સેંસરો નીકળે એવો પરાક્રમી થાય; પણ ધર્મ, ઈશ્વર, સાત્વિકતા, સંસ્કાર અને ખાનદાનીના રંગે રંગાઈ ગયેલા દુલાએ જીવન જીવવાને બાપથી ન્યારો જ માર્ગ પસંદ કર્યો. એવામાં નિર્મળ હૃદયના નાનકડા દુલાને માથે સ્વામી મુક્તાનંદજીને પંજે પડ્યો. મહારાજે કિશોર દુલાની દસ આંગળિયામાં પોતાની દસ આંગળિયે પરવી. આંખે આખ મિલાવી. ગોઠણે ગોઠણ મિલાવ્યા, પછી આંખ ઉપર હાથ રાખી કહ્યું : “જા બચ્ચા, કવિતા લીખ કે લા.” મુક્તાનંદ મહારાજના આશીર્વાદ ઉતરતાં દુલાના હૈયાકપાટનાં બારણાં કટાક કરતાં ઊઘડી ગયાં. પહાડના ખોપરામાં જેમઝરણું ફૂટે એમ એના અંતરમાંથી કવિતાનું ઝરણું કલકલ કરતું વહેવા લાગ્યું. કાગ કવિની કાવ્ય રચનાના શ્રીગણેશ સૌ પ્રથમ આ સવૈયો રચીને મંડાયાઃ દોડત હૈ મૃગ હૃઢત જંગલ, બંદ, સુગંધ કહાં બન બાસે ? જાનત ના મમ નાભિમે હૈ બંદ, સુંહી બિચારી મન મૃગ ત્રાસે, મોગરાની મહેક જેવી કાગવાણી - ભક્તકવિ દુલા કાગને ગુજરાત આખું ‘ભગતબાપુ” કે “કાગબાપુ’ના નામથી ઓળખતું. એકલહાડીને દેહ, માથે એકરંગી પાઘડી, પેળી બાચકા જેવી દાઢી, એ દાઢિયાળા દેવીપુત્રની જીભે મા-સરસ્વતીનાં અખંડ બેસણાં થાતાં. એમની કલમે મા શારદાના નીત ખમકારા સંભળાતા. એમનાં રચેલાં કાવ્યો, ભજન, દુહા અને લેકઢાળનાં ગીતે કાગવાણીના આઠ ભાગ અને અસંખ્ય આવૃત્તિઓમાં આકાર પામ્યાં છે. “કાગવાણી'માં કવિની કુંવારી કલ્પનાઓ મોગરાના ફૂલની જેમ મહેકી ઊઠે છે. “કાગવાણી દ્વારા વહાવેલી કાવ્યસરિતા જનસમાજના અભણ માણસોના અંતરને સ્પર્શી ગઈ. કવિના લેકઢાળનાં ગીત ગુજરાતનાં ગામડે ગામડે ગુંજવા લાગ્યાં. એમનાં ભાવમઢયાં ભજનો ભાવિક ભક્તોના તંબૂરે ( કuિ pલાકારા સમૃnિ-
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy