SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ લોકકવિતાની કલાના કસબી કવિ “કાગ'. અને મેરુભા ગઢવી • શ્રી જોરાવરસિંહ જાદવ ફેરમ ગઈ ફૂલડાં તણી, કરમાણે કવિતા બાગ; સુવાસ સઘળી જાતી રહી, જાતાં દુલા કાગ.” (૧) લેકસાહિત્યના તીર્થસમા “ભગતબાપુ” દુલા ભાયા કાગનું મજાદર મુકામે અવસાન થતાં લેકસાહિત્યરૂપી માળાને “મેર” તૂટી પડયો. લોકસંસ્કૃતિની આકાશગંગાનો તેજસ્વી સિતારો ખરી પડ્યો. લેકકવિતાને બાગ જાણે કે કરમાઈ ગયે. કાગવાણી' દ્વારા ગુજરાતનાં લેકહેયાને ગાંડાંતર કરી મૂકનાર ફાટેલ પિયાલાના પરજિયા ચારણ કવિ શ્રી દુલાભાઈ કાગના દુઃખદ અવસાનના આઘાતજનક સમાચાર સાંભળતાં વેંત જ એક જાણીતા લેકસાહિત્યકારે મણ એકનો નિસાસો નાખ્યો : ઓ...હો કવિ કાગના પેગડામાં પગ નાખીને અડીખમ રીતે ઊભો રહી, લેકકવિતાની અખંડસરવાણી વહાવી શકે અને લેકકાવ્યરૂપી ફૂલડાંને બાવન બાગ સરજી એમાં ભાતભાતની ફેરમ મૂકી શકે એવો સમર્થ લેકકવિ ચારણકુળમાં આવતાં પાંચ વર્ષમાંય પાકશે કે કેમ ? એ એક પ્રશ્ન છે. અમારો લોકસંસ્કૃતિને, જોકસાહિત્યનો તે મોભ તૂટી પડ્યો, ભઈલા !” અન્નપૂર્ણા સમી માતાની કૂખે જન્મ એક કાળે કવિ કાગના કવિ પિતા ભાયાભાઈ કાગની અમરેલી જિલ્લાના મજાદર અને પોર્ટ વિકટરના વિસ્તારમાં હાક વાગતી. એમની ડેલીએ મહેમાને કોઈ દિ' સૂકાતા જ નહીં. ત્યારે દરરોજના પિણ પિણે મણ અનાજનાં દળણાં પંડે દળી અભિયાગતને હસતે મોઢે ઊજળો આવકાર આપી ખંતપૂર્વક ખવરાવનાર અન્નપૂર્ણાના સાક્ષાત અવતાર સમાં માતા ધાનબાઈની કૂખે રત્નાકરમાં મોતી પાકે એમ કાગને જન્મ થયો. વિ. સં. ૧૯૫૮ના કારતક વદ ૧૧ને શનિવારે સેડવદરી ગામમાં જન્મ પામેલા બાળક દુલાના પંડયમાં ભક્તિના સંસ્કારો આવીને આંટો દઈ ગયેલા. ઉઘાડા પગે ગાયો ચરાવવાનું નીમ અંતરમાં આધ્યાત્મિક ભાવના ભણી અભિરુચિ જાગતાં પોર્ટ વિકટરની શાળામાં પાંચ ગુજરાતી ચોપર્ટી ભણીને અગિયાર વર્ષની કાચી ઉંમરે “ભગત' દુલાએ ઉઘાડા પગે ગાયો ચરાવવાના અને કૂવામાંથી સ્વહસ્તે “સડવા” વડે પાણી સીંચીને સાઠ સાઠ ગાય માવડીઓને પાવાનાં વ્રત લીધાં. બાપુ ભાયા કાગના દરરો, કાdબ્રાં દુલા સ્માd-ગુંથ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy