SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન એ કહેતા કે, “સાચા ચારણને અવાજ અને એની ખમીરભરી ધરાણે મીઠી આંખ્યુંને હું ઓળખી લઉં છું. આઈ હીરબાઈ તુલશીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા, ત્યાં રાડ થઈ સાવજ ડણક્યો, હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઈ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાં હીરબાઈ નામે એક ચારણ બાઈની વોડકીને સાવજે પાદરમાં જ પાડેલી. અમે બધા દેવ્યા. વીસેક જણ હતા, જ્યાં ધાર માથે ચડ્યા, ત્યાં તો આઈ હીરબાઈ કોણ જાણે કષારનાંયે પહોંચી ગયાં હતાં. મરેલી વોડકી પર બેઠેલાં ચારણ કન્યા સાવજ સામે સોટો વીંઝતાં હતાં. સાવઝ બે પગે સામે થઈ હોંકારા કરતો હત; બાઈ એ સાવજના ફીણથી નાહી રહેલાં, પણ એમણે સાવજને ગાય ખાવા ન દીધી. એ વખતે “ચારણ કન્યા’ એ નામનું ગીત એ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. શરીર જાગી ઊઠયું. આંખ લાલ ધગેલ ત્રાંબા જેવી થઈ ગઈ. અમે એમને એ ધીંગાણામાં ન જવા દેવા બાવડે પકડી રાખેલ. ભજનમ એ કહેતા કે કોઈ કવિ જ્યારે ભજન સુધી પહોંચે છે, ત્યારે એના આત્માને શાંતિ થાય છે. એમ જ એમણે પણ છેવટ સતેના ઘરમાં પ્રવેશ કરેલ. દાને ભગત, જલે ભગત, ગેબીનાથ ગોરખ, રવિસાહેબ, મોરારસાહેબ, આપ ગીગે, વેલે બાવો, જેસલ-તોરલ, દેવ-તણખી. દેવાત પંડિત, ભીમદાસ, દાસી જીવણ, સગાળશા શેઠ, જમિયલશા પીર, ચારણ દેવીઓ નાગબાઈ, કામબાઈ, કાગબાઈ, વરુડી, શેણબાઈ. એમનાં આંગણાં જોઈ એમણે આપણને એ તરફ આંગળી ચીંધી. ભજન એ જ એમના જીવનનો છેલ્લો વિષય બની ગયો હતે. એ ભજનના આજ દિવસ સુધી સાધુસંતોએ અર્થ નહોતા કર્યા, એવા સાચા અર્થો એમની કલમમાંથી અને રૂંવાડે રૂંવાડેથી નીતરવા લાગેલા. મને તે થોડા મહિનાઓમાં એ સાવ અવધૂત મસ્ત યોગી જેવા જ લાગવા માંડેલા. રાજકોટમાં, છેલ્લા સાહિત્ય સંમેલનમાં, એક રાતે અમે ધીરે ધીરે ભજન બોલતા હતા. એચિંતા એમણે એવડો મોટો અવાજ કાઢો કે, બરાબર માઈલ માઈલ એના પડછંદા વાગ્યા. આ ભજનપથ્થર પૂજયે હરિ મળે તે, પૂજે મેટા પાડછે. એ પથ્થરમાં સાચી હોય તે, ઘડનારાને ખાય, મનસા માલણું હે જી રે, ગેરખ ! જાગતા નર સેવ. . સવ.. . . ચારણની પરબ એ ઘણી વખત કહ્યા કરતા કે “હું હજારો માણસો વચ્ચેથી ચારણને ઓળખી કાઢ્યું. દરબારનાં ઉતાર કપડાંનો પહેરનારો નહિ, રાજ્યના રોટલામાં વિકૃત થયેલે નહિ, પણ માલધારી, ઘરકમાણીવાળો, નેસડાને અસલી ચારણ હેય, એને હું ઓળખી લઉં.” તુલશીશ્યામથી વળતાં શીખલકેબાના નેસમાં અમે રાત રોકાણા. સવારે પિસક માણસ વચ્ચે ત્રણ અજાણ્યા ચારણ જુવાનોને મકરાણીના લીલા સાફા બંધાવી અમે બેસારી દીધા, અને કહ્યું, ‘આમાંથી ચારણને ઓળખી કાઢો ! બધા સામું જોઈ એક પછી એક ત્રણેનાં કાંડાં ઝાલી એમણે ઊભા કર્યા. OWO જો કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગુંથ કરી L
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy