SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ર કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ બોલાવ્યા અને જગતના ચોકમાં એમનો ઈતિહાસ આલેખ્યો. કોઈને કાંઈ કહેવું હોય, તે વેળા આપી. એમની સામે વિરોધમાં કઈ પણ સાક્ષર એકે હરફ ઉચ્ચારી શક્યો નથી. માણસ બહારવટિયે કયારે બનતો? કાં તો ખોટાં ખોટાં ખત પાડી વેપારીઓનાં ચોપડાએથી બબ્બે ચારચાર પેઢી સુધી એ ગળે પકડાતો ત્યારે; કાં તે રાજસત્તા એનું સર્વસ્વ છંટી લેતી ત્યારે; કાં તો અમલદાર એનાં ચામડાં, માંસ અને હાડકાં સુધી પહોંચતા ત્યારે; કાં તે નિર્બળને કેઈ બળવાન રહેંસી નાખતે ત્યારે, સાચો મર્દ, સાચે માણસ, સાચો ભક્ત, શૂરવીર બહારવટિયે બનતે. એ ડાકુના સ્વાંગ ધરત, ઝૂઝત, ખપી જાતે. એમની કવિતાની લીટીઓમાં જ લખ્યું છે : સત્યના સ્વાંગ પહેરી ઊભું જઠ જ્યાં; બંધુ શું ખડગ લઈ ન ધાયે? તેમ કહે, “ભાઈ ! “રવીન્દ્રનાથ' શબ્દમાં દીર્ઘ ઈને બદલે હસ્વ ઇ લખાઈ ગઈ હોય, એવો મને વહેમ આવે છે.” ' મેં પૂછ્યું, “એમાં કાંઈ સરકારી ગુને તે બનતે નથી નાં ? કે કોઈને અન્યાય તે થતું નથી નાં ?' એવો મેં વિનોદ કર્યો, એટલે કહે, “ના ના, એવું કાંઈ નથી.” એમ કહી હસ્યા. પિતાની નાનકડી ભૂલ એમને ઘણી મોટી લાગતી. એવું લાગણીનું યંત્ર એમના દિલમાં હતું. તુ રિપુહીણ, બળહીણ, કંગાળ તું; સ્વાદ ચાખ્યા નથી તે જખમના. લાગણીપ્રધાન મેઘાણી એ લાગણીપ્રધાન એવા હતા કે પોતાની રાઈ જેવડી ભૂલ એમને મેરુ પર્વત જેવડી મોટી લાગતી હતી. એને એક દાખલ છે. માણસને જેમ ભૂત વળગે એમ થોડાક દિવસ એમને છાપું વળગેલું. એક દિવસ હું રાણપુર ગયેલો. સાંજના અમે સ્ટેશન પર આવતા હતા. હું રમૂજી ટુચકા કહેતો હતો, પણ એ જાણે સાંભળતા જ ન હોય એમ ચાલ્યા આવતા હતા. ચાલતાં ચાલતાં એકદમ ઊભા રહ્યા. મેં પૂછયું, “કાંઈ ભૂલી ગયા તે નથી નાં ?” એમણે કહ્યું, “ના, ના કાંઈ ભૂલી ગયો નથી, પણ લખાણમાં થડીક ભૂલ રહી ગઈ છે, એમ મને યાદ આવે છે.” મેં પૂછયું, “શી બાબતમાં ?' જાણે કે મોટામાં મોટી ભૂલ થઈ ગઈ હોય - મહુવાના ડોશીમા ગોપનાથથી તુલશીશ્યામ સુધી અમે સાથે મુસાફરી કરેલી, એ વાતને ઘણાં વર્ષ વીતી ગયાં. મહાશિવરાત્રિની એ રાત હતી. ગોપનાથમાં શિવરાત્રિ કરી અને દરિયાકાંઠાના પીથલપર, કેટડા, નૈ૫, નીકોલ, કળસાર વગેરે ગામડાં ભટકતા ભટકતા, વચ્ચે રાતું રહેતા રહેતા, મહુવા આવ્યા. અમે કતપુર થઈ મહુવાના બંદરે ગયા. ત્યાં એક સિત્તેરેક વર્ષની ડોશી પાકલ ઈટ વહાણમાં ચડાવતી હતી, તેની સાથે વાત શરૂ કરી. ડોશીને એકને એક દીકરો બે'ક મહિના અગાઉ વહાણ બૂડી ગયાથી બૂડી મરેલો. મહુવાના કોઈ વેપારીનું એ વહાણ હતું અને આ એના જૂના વહાણવટી હતા. મેઘાણીએ પૂછયું, “તમે તમારી આજીવિકા માટે શેઠ પાસે કેમ ન ગયાં ?” ડોશીએ કહ્યું, “ભાઈ ! મારું તે કાળું મેટું થયું. શેઠનું વહાણ મારા દીકરાના હાથે બૂડયું. હવે શું મોટું લઈને જાઉં ?' ડોશીના આ શબ્દ સાંભળતાં તે એ છાતી પકડીને બેસી ગયા અને રોયા; બાલ્યા કે, - ‘દુલાભાઈ! આ મચ્છીમાર કેળી ને પેલા વૈષ્ણવ વાણિયા - બેમાં કોણ ખાનદાન ?” કપિશ્રી દુલા કાકા સ્મૃતિ-gીંથી ,
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy