SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને ચારણ કન્યા ગીરના એ માલધારીઓનાં દુઃખ લખું તો આખી ચેપડી થાય. એને તે ત્રણેય ઋતુ સરખી દુઃખદાયક. જેને જોતાં ગર્ભિણીના ગર્ભ સ્રવી જાય એવી ભયંકર રાવલ, ઘોડવડી, મછું દ્રી, શીંગવડો, હરણ, જમરી વગેરે નદીઓની બસો બસો હાથ ઊંચી ભીંત જેવી ભેખડોને આરે પાણી ભરી ભરી એમનાં ઢોરોને એ ઘેર પાણી પાય. ગીરનાં દૂધ એવાં ઘણાં જ મેંઘાં છે. એ માંધાં દૂધનાં પી જનારાં તથા માખણનાં ખાઈ જનારાં ગીર સિપાઈઓનાં ઘોડાં ! એ મારાથી કેમ ભૂલાય ? રાવલ, જમરી અને પ્રેરકેચરી નદીથી વીંટાયેલ, સરખા કાળા પાણાનો બનેલ, “સુરનળા” જેવી તળિયાં ફૂટેલ નદીને પડખે ઊભેલ, વસમી ધરામાં સતનાં બહારવટાં ખેડનાર વેજાજીને બાંધેલ વેજલકોઠો પણ સાંભર્યા વિના કેમ રહે? કાંડાં કરડાવીને ઉછેરેલ પિતાની વોડકીને પાંચ સાવજ મળી મારી નાખે. એ હીરબાઈ ચારણ્ય કેમ સાંખી શકે ? હાથમાં એક ગોખું લઈ પાંચે સાવજોને પિતાની વોડકી પરથી તગડી મૂકે, ત્યારે સાવજને કાંઈ ઓછું વસમું લાગતું હશે ? એ સતવાદી ચારણકન્યાની હિંમત સામે વનરાજે પોતાનું મારેલ ખાજ મેલી દઈ ચાલતા થઈ જાય, એ મને સાંભર્યા વિના કેમ રહે ? ગીરમાં જ્યારે શીતળા આવે ત્યારે તે ત્યાં ઊભું પણ ન રહેવાય. પાંચ હોય તેની પાંચ, અને સો હોય તેની સો ભેશે અને ગાયો ઝોકમાં મરેલા અને અધમૂઈ પડી હોય ! એટલાં બધાં ઢોરોને આઘે કેણ લઈ જાય ? માલધારી બિચારા તેજ વિહોણે મોઢે આશાભંગ થઈ ગાંડા જેવા થઈ ગયા હોય. હું પહાડી છવડે છું, શહેરી નથી. આખી ગીરને પાંદડે પાંદડે ફર્યો છું. હાથે હાથ ન સૂઝે બાળપણનાં મરણે એવી રાત મળી હોય, ડુંગરને ગાળેગાળેથી મેઘ મહારાજનાં નીર કિકિયારા કરતાં ખળકતાં હોય, ક્યારેક વીજળી ઊંધે માથે પહાડ પર પછડાતી હોય, નદીઓએ મરજાદા મેલી હોય, બેઉ કાંઠે કોગળા નાખતાં ડોળાં પાણી ઘૂઘવાતાં હોય, પડછંદ અવાજે આભ ગાજતો હોય–એવી ગીરમાં, પોતાના જીવથી પોતે બીએ એવી ભયંકર રાતે, મને બહાર ફરવાના કડ થતાં “લખી' નામની મારી ઘોડીને તૈયાર કરી એના પર સવાર થઈ એ નદીઓમાંથી સામે કાંઠે કાઢો. નાની અવસ્થાના મારા એ દિવસો મને સાંભર્યા વિના કેમ રહે ? આગટે જાફરાબાદ છોડયું. નવી બંદર આવ્યું ત્યાં તો માછીઓનાં બેસુમાર હોવાં જોયાં. ગીરનું બધું ધી આ બંદરેથી સામે કાંઠે ચડે છે. સોરઠમાં કઈ બાકી રહેતું હશે ? જાલંધરની નગરી દીવ આવ્યું એનું જોવા લાયક સ્થળ, ફિરંગીની દેવી ચાંપલનું આભથી વાત કરતું દેવળ દરિયામાં દેખાય છે. અહીં સૂરજ ઊગ્યો અને પાણી વહેરીને આગબોટ મુંબઈ પહોંચી. એ તે મહામાયા મુમ્બાદેવીના રાજ. જીવતી જાગતી નગરી. પાણીનાં એણે ચીર પહેર્યા છે અને કિનારીમાં શિવાજીના ડુંગરાઓની હારમાળા ગૂંથી છે. ઘણું કરીને સન ૧૯૩૯નું વર્ષ હતું. “કાગવાણી” ભાગ પહેલે રાણપુર પ્રેસમાં છપાતો હતો. તે વખતે હું બોટાદમાં શ્રી મેઘાણીભાઈને ઘેર રહે. એ અરસામાં રાજકોટની લડત ઊપડી. દરબારશ્રી વીરાવાળા સાથે મારે ઓળખાણ હતી, પણ ઢેબરભાઈને કોઈ દિવસ નહીં મળેલો. શ્રી મેઘાણીભાઈએ મને પૂછયું, “આપણે તે નાના એવટિયાઓ કહેવાઈએ, રાજકોટ જઈએ તે કેમ ?” ( સ કણિી દુલા કાગ ઋnિ-laછે. I
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy