SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કાશીથી પગપાળા ગંગાજળની કાવડ લાવી પોતાના ગુરુને નવરાવ્યા હતા. રામદાસ પીપાવાવ જોઈ રામદાસ પણ કેમ ન સાંભરે ? એ તે રાત અને દિવસના રળનાર છે. ચોવીસે કલાક તનતુંડ મહેનત કરીને એ બાવો બટકું રોટલો ખાય છે. એની આજીવિકા માંગવા પર નથી. પણ બળદોની કાંધ પર છે. કાઠિયાવાડના દેશી બળદોના નમૂના એને ત્યાં છે. ખેતી કેમ થાય એ જોવું હોય એણે ત્યાં જવું. ચાંચ અને શિયાળબેટ વચ્ચે ભેંસલે નામે એક ખડક છે. ત્યાં ભાવનગર, જુનાગઢ, અને જંજીરાની દરિયાઈ હદનો સીમાડો છે. શિયાળબેટ જોતાં તે સગાળશા શેઠને ગોઝારે ખાંડણીઓ સાંભર્યો. માણસનું માંસ ખાનાર એ અઘોરીને ફૂડ પંથ અને પુત્રનું માથું સાંબેલે ખાંડતી હાલરડાં ગાતી ચંગાવતી સાંભરી. ઈશ્વર પિતાના જ માનવીની એવી પરીક્ષા લેતે હશે ? શીઆળ બેટથી એક માઈલ ઉત્તર દિશા તરફ દરિયાકાંઠે ચાંચૂડા મહાદેવનું એક જીર્ણ દેવળ જોયું. ત્યાં તો એક દુહો હૈયે ચડશે, “ચાંચડે ચડવા જાય, પંડડયું જ પત્યુ કરે; બેટના બારા માંય, મેતી ડૂબ્સ મેરણી.” શીળ બેટની કઈ મોરણી નામની કળણ બે તુંબડામાંથી દરિયે તરી દરરોજ રાત્રે ચાંચૂડે ભભૂતિયા બાવા પાસે જતી હતી. આ વાતની તેની સાસને ખબર પડી. તુંબડાંને ઠેકાણે કાચી માટીના બે ભાલિયા (ઘડા) ગોઠવી દીધા. શાંત અજવાળી રાતમાં મધદરિયે જતાં એ ભાલિયા ગળી ગયા અને મોરણી ડૂબવા લાગી; મરતાં મરતાં લાંબે સાથે એક દુહ બોલી: શાશ્વત પ્રેમ ભાંગી પ્રેળ, ભભૂતિયા ! પાટણ પલટાણ...; આતમને ઉઠાંતરી થઈ, થિર નઈ થાણું...” એ ભાંગ્યાતૂટથો સાદ સાંભળતાં જ બાવો દરિયામાં ત્રાટક્યો. મહાસાગરની શાંત લહેર પર ચડીને એ પ્રેમી પંખીડાં હાથના આકડા ભીડી સ્વર્ગને રસ્તે ચાલ્યાં ગયાં. આગબોટ તે પહોંચી વરાહ સ્વરૂપ પાસે. દરિયાકાંઠાનું એ ઘણું જૂનું મંદિર છે. જાફરાબાદ આવ્યું. ઉત્તરમાં બાબરીઆવાડ ઉપર થઈને નજર પોગી ઠેઠ નાંદીવેલે ડુંગરે. તુરત જ રાણો રબારી અને દુઃખની દાઝેલ કુંવર સાંભરી. બેય એકબીજાને મનથી વરી ચૂકેલ પણ રૂઢિબંધનથી આ અવતાર જુદાં જ રહ્યાં. એકબીજાને મળવાની તરસ સોતાં બેઉ આશાભર્યા જ મરી ગયાં. એનો સાક્ષી એક દુહો રહ્યો છે: સાણે વીજુ સાટકે, નાંદીવેલે નેસ કુંવર બચ્ચું કૂઝનું, બેઠી બાળ વેષ. બીજાં બધાં સ્થળાને તો એકાદ પ્રસંગ સાંભર્યો, પણ ગીર તે મારી બાળ સંગાતણ. મને તે એના ડુંગરે ડુંગર, નાળે નાળાં અને ઝાડવાં સાંભર્યા. જંગલનાં એ ભેળુડાં માનવીઓનો મે'માન પ્રત્યે ભાવ, સોરઠની પરોણાચાકરીને કંઈક અવશેષ એ તપસ્વીઓને ઝૂંપડે રહ્યો છે. એકનું બે ન જાણે એવા એ માલધારીઓની સાથે લેણદેણ કરવાવાળા અને જીવતાં માનવીનું લેહી પીનારા “ખાટકી” જેવા ગીરના વેપારીઓ સાંભર્યા. ગીર પ્રદેશમાં ચોમાસાની કાળી રાતે હાથીની સૂઢધારે વરસાદ વરસી રહ્યો હોય, ઝૂંપડાની પાછળ સાવજે ટૂંકી રહ્યા હોય, એમાં ભેંસને દોનારી, નજરોનજર જોયેલી એ પહાડી કન્યાઓ મને કેમ ન સાંભરે ? : હું કવિ દુલા કાગ સ્મૃતિ-ગુંથ ક. .
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy