SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાવાત્ તેઅંગમ વેશમુત્તમમ્ । આવાં પુરાણપ્રમાણ છે. એ જે હોય તે. પણ ત્યાંથી ચારા સૌરાષ્ટ્ર, કચ્છ, સિંધ, જેસલમેર, રાજસ્થાન, માળવા, નિમાડ અને ગુજરાતમાં વસ્યા. કેાઈ કાઈ રાજકવિએ બન્યા, રાજ્યાશ્રિત થયા; અને બાકીના બધા ખેતી, વેપાર અને પશુપાલન દ્વારા આજિવિકા પ્રાપ્ત કરતા થયા. જીવન આ ચારણકુળા હજુએ મારવાડ, મેવાડ, નિમાડ, માળવા, ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વસેલ છે. ગીર તથા નિમાડ તરફના ચારણે। માલધારી છે. ચારણેા દેવીપુત્ર કહેવાય છે. મહાશક્તિએ સર્જેલ આ અનંત સૃષ્ટિ બધી જ દેવીપુત્ર કહેવાય, એક ચારણ જ શા માટે ? એનાં કારણામાં એક કારણ એ છે કે ચારણકુળમાં ઘણી યાગમાયાએના અવતાર થયેલ છે. પ્રથમ સિંધમાં માતા આવડ થયાં. પછી અનેક દેવીએ ચારણામાં અવતરી છે. ચારણ જ્યાં સારો ધાસચારા હાય ત્યાં પોતાની ઘેાડી જરૂરી ચીજવસ્તુઓ સાથે લઈ ને ઝૂંપડાં બાંધે છે. પશુપાલનનો નિર્દોષ ધંધા ચારણાએ ઇચ્છાપૂર્વક સ્વીકારેલ છે. આવાં ઝૂંપડાંમાં આવડ, ખોડિયાર, વરુડી અને મા સેાનબાઈ જેવી દેવીએ પાકી છે. બીજી બાજુ ચારણ રાજકવિ પણ બન્યા છે. મારવાડ, મેવાડ, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મહારાજ્યામાં ચારણ કવિ રહેતા. રાજાએ તેને અતિ માનથી, આદરથી તથા પૂજ્યભાવથી જોતા હતા. મહાન કવિ નરહરદાસજીએ ‘અવતાર ચરિત્ર' નામને ગ્રંથ લખ્યો છે. ચારણ કવિ સ્વરૂપદાસજીએ ‘પાંડવ યશેન્દુ ચંદ્રિકા' નામે ગાગરમાં સાગર સમાવે એવે કાવ્યયુક્તિપ્રધાન ગ્રંથ લખ્યા છે. ચારણ અને બ્રાહ્મણ વાચ્છવી ચારણા અને બ્રાહ્મણા વચ્ચેનું અંતર જાણી લેવું જરૂરી છે. એમ લાગે છે કે બ્રાહ્મણેા મુખ્યપણે સંસ્કૃત ભાષાની ભૂમિકા ઉપર વિદ્યોપાસના ૨૧ કરતા; તા ચારણેા મુખ્યપણે લાકભાષાની ભૂમિકા ઉપર વિદ્યાકાર્ય કરતા. પહેલા વર્ગનું કામ એક ખાસ વિશિષ્ટ વર્ગને આવરે અને તેનાથી જ સમજાય એવુ' રહ્યું છે; જ્યારે બીજા ચારણવનું કામ સાધારણ લાક વર્ગને આવરે અને સ્ત્રી, પુરુષ, નાનાં મેાટાં, ઊંચ, નીચ એવા બધા વર્ગને આકર્ષે અને તેનાથી સમાજને ઉપયાગી એવુ રહ્યું છે. આ ભેદને લીધે બુદ્ધિજીવી છતાં તે બંને વર્યાંના દરજ્જામાં, જીવનવ્યવહારમાં અને લૌકિક કર્મામાં પણ મોટો તફાવત પડી ગયા છે. મહામુનિ પાણીનિએ સંસ્કૃત વ્યાકરણ લખીને સંસ્કૃત ભાષાને લેાકભાષા પ્રાકૃતમાં સરી જતી અટકાવવાને પ્રયત્ન કર્યાં. અને મેાટા મેાટા સાહિત્યસ્વામીએએ પોતાની કૃતિએ શુદ્ધ સંસ્કૃતમાં લખવાના કાર્યંતે ઘણું મહત્ત્વ આપ્યું છે, પરંતુ સાધારણ જનસમૂહે એ સાહિત્યસ્વામીને અનુસરવાની મૂંગી ના ભણી. ભાષા સાહિત્ય અને ભાષા એ તેા લાકગંગા છે. એનાં વહેણ સ્વત ંત્ર હેાય છે. એ કોઈની દખલગીરી સ્વીકારતાં નથી. જનસમૂહે સંસ્કૃત ભાષાની સાથે સાથે જ પ્રાકૃત જનેમાં—સામાન્ય લેાકસમૂહમાં—વહેતી લાક ભાષાને–પ્રાકૃત ભાષાને-પ્રાકૃત વાણીને–સાહિત્યસર્જન માટે અપનાવી. લાકસમૂહના પ્યારા એવા તે જમાનાના ચારણ કવિ લોકભાષા-પ્રાકૃતના પક્ષમાં જોડાયા. એમણે પોતાની સ ંવેદનાઓ, પેાતાના વિચારા, લાકોની આકાંક્ષાએ અને પેાતાની કલ્પનાએ લોકાને જ પ્રિય અને પરિચિત એવી પ્રાકૃત-લેાકભાષામાં રજૂ કરવામાં પોતાની સરસ્વતી અને શક્તિ વાપરી અને પરિણામે જનસમૂહના એ અધિક પ્યારા થઈ પડયા. લોકોએ એમને અપનાવ્યા અને કાળક્રમે લેકાના પ્યારા એ ચારણ કવિએ રાજાએ અને રાજદરબારામાં કવિશ્રી દુલા કાગ સ્મૃત્તિ-ગ્રંથ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy