SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ ૨૦ પણ પોતાના જીવનમાં જે વાત સાચેસાચ વસી ગઈ છે, તેની વિરુદ્ધ દુન્યવી દેખાડો ન કરવાની એક માત્ર સરલ નિરભિમાની લાગણીથી દુલાભાઈ ટકી રહ્યા છે. એવું એમનું જીવનધડતર નિહાળી નિહાળી હું મારા અંતરમાં છૂપી છૂપી પ્રસન્નતા અનુભવી રહ્યો હતા. (એમની આ ‘અજાચી' ટેકે એમને જે જે વિટમ્બનાએામાં ઉતારેલા હતા, તેને પણ હું સાક્ષી છું.' ચારણ : એક સાંસ્કૃતિક કામ ‘ચારણા’ એક સાંસ્કૃતિક કામ છે. શ્રી દુલાભાઈ એ લખ્યું છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણા એના ગુણે અને કમે` બન્યા છે; તેમ દેવકાટીમાં બીજી ઉપદેવાની કાટીનાં વન વાલ્મિકી, મહાભારત, ભાગવત, સ્કંદપુરાણ, ગણેશપુરાણ વગેરે પથામાં છે. જેવા કે; સિદ્ધ, ચારણ, વિદ્યાધર, કિન્તર વગેરે. જ્યારે જ્યારે કાળ ભગવાન અદ્ભુત, વીર અને આશ્ચર્યજનક રસ રેલાવે છે ત્યારે એ અવતારી પુરુષનાં જયગાન ચારણા કરતા, એવા ઉલ્લેખા જોવા મળે છે. પુરાણામાં આઠ પ્રકારની દેવ કાટિ છે, સિદ્ધ, ચારણ, વિદ્યાધર વગેરે. તેમાં એક ચારણ છે. એ દષ્ટિએ ચારણામાં ઘણી શક્તિ તેા છે જ, એમાં એ મત નથી. પણ ચારણામાં જે માતાજીએ અવતર્યા છે, એમનાથી ચારણ જાતિનું ગૌરવ સર્વાં વર્ણમાં ખૂબ વધ્યુ છે. છેલ્લાં છેલ્લાં આ યુગમાં જુનાગઢ પાસે દાત્રાણા ગામે આઈ નાગબાઇ થઈ ગયાં. તે પછી રાજુલા તાબે અમૂલી ગામમાં આઈ સોનબાઈ થઈ ગયાં, જે માલધારી બની તુળશીશ્યામ પાસે સરાકડીઆને નેસ રહેતાં હતાં. તે ગીયડ શાખનાં હતાં અને મારાં માસીબા થાય. એમણે પણ આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રત રાખી ભગવાનનું સ્મરણ કરેલું અને શ્રદ્ધાળુ ભક્તોની મનવાંછના પૂરી કરી હતી. વિ. સં. ૧૯૬૭ ની સાલમાં પોતે સ્વધામ ગયાં. તુલસીશ્યામ પાસે સરાકડીઆના નેસમાં એમની દેરી છે, જ્યાં લેાકો માનતા કરવા આવે છે. આમ ચારણામાં સ્ત્રીશક્તિને ભારે જથ્થર ફાળા છે. લગભગ બધા જ ક્ષત્રિયાની કુળદેવીએ ચારણ માતાજીએ છે. ચારણાનું આગમન ભારતમાં કયારે થયું તેની વાત પુરાણામાં છે. મહારાજા પૃથુ ચારણકળાને હિમાલયમાંથી પૃથ્વી પર લાવ્યા અને ભૂદાનમાં (चारणाय ततः प्रादात् तैलंगम् देशमुत्तमम् ) આખા તૈલંગ દેશ ચારણાને આપ્યા. હનુમાનજી લંકા ખાળીને સમુદ્ર તીરે આવ્યા ત્યારે તેને બહુ પસ્તાવા થવા લાગ્યા કે લંકાદહનમાં સીતા પણ કદાચ બળી ગયાં હશે તે ! એ વખતે આકાશચારી ચારણા ખેલ્યા કે સીતા બન્યાં નથી’ મહાભારતમાં તે અનેક જગ્યાએ ચારણાનાં વા આવે છે, તેમાં એક સ્થળે વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે પાંડવાની સાથે વેર કરવું સારું નથી, કારણ કે ભીમનાં ભુાબળનાં સત્ય વર્ણન ચારણા કરે છે. (એટલે ચારણાનું કહેવું યથાં જ હાય, તે કદી ખાટુ' એટલે નહિ.) ચારણ મૂળા આ ચારણકા સ્વર્ગ'માં રહેતાં. સ્વર્ગ કાં હશે એ વિષે સાચું તેા ભગવાન જાણે, પણ ઋષિ લેાકેાએ, વમાનના પડિતાએ અને વિદ્વાનાએ હિમા લયના કાઈક ભાગને સ્વર્ગ ગણેલ છે. કોઈ તિબ્બતને સ્વર્ગ કહે છે, કોઈ કૈલાસને સ્વર્ગ કહે છે, તેા કાઈ વળી જ્યાં માનવીની ગતિ થાકી જાય એવા હિમાલયના કોઈ ગહન સ્થળને સ્વ માને છે. પણ મહારાજ પૃથુના વખતમાં ચારણા હિમાલયમાંથી આ તરફ આવ્યા અને પૃથુરાજાએ તેમના વસવાટ માટે ઉત્તમ એવા તૈલંગ દેશ તેમને આપ્યા : ચારાય તતઃ કવિશ્રી દુલા કા। સ્મૃત્તિ-અર્થ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy