SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણાં કલાક થયા હશે અને અમે બાપુને વિન ંતિ કરી કે બાપુ આપ થાકી ગયા હશે. હવે આરામ કરો તે કહે કે જુએ, હવે તમે મને વચમાં વચમાં આરામ બારામ કરવાનું કહેશેા નહિ. આજ મને મેાજ આવી છે. હુ' એટલુ' અને તમે સાંભળે. અને એમણે ચારણી સાહિત્ય શું છે, તેમાં કેટલું બળ છે, તેનું ઊંડાણ કેટલું છે તે બધું બતાવવાનુ શરૂ કર્યું અને ગીતાભાગવત-મહાભારત-વેદ – પુરાણા અને તે માંહેની કથા-વાર્તાનાં રહસ્યો-કાવ્યોને આવરી લીધાં અને ખગ વાળી દીધા. અમે પણ તૃપ્ત થઈ ગયાં. આમ વાત કરતાં કરતાં સવારનાં પાંચ વાગ્યા ત્યારે બાપુ કહે કે લાવા, દાતણપાણી, અમે કહ્યું કે બાપુઆજ આપ ખૂબ જ થાકથા હશેા. એએક કલાક આરામ કરે। તો કહે કે કાંતિભાઈ, આજ હું ખુશ છું. તમારી સાથે વાતો કરીને આજ હું ‘ફ્રેશ’ થઈ ગયા છેં. બાપુ કયારેક કયારેક અંગ્રેજી શબ્દ પ્રયાગ કરીને ખૂબ જ રમૂજ કરતા. આ બાબતને કોઈ ને અણસાર આવી ગયા હશે ત્યારે બાપુને કહે “બાપુ ! તમે આખી રાત કાંતિભાઈ સાથે વાત કરી અને અમને કોઈ ને ઉઠાડવા પણ નહિ ?' તો બાપુ કહે : “એએ મારા માટે રાત ને દિવસ ઊભાં સુકાય છે અને મારાં દીકરી મને એવું ભાજન જમાડે છે અને ચા પાય છે કે મેં ભાગ્યે જ કયાંય એવા સ્વાદ લીધા છે. તે મારી પાસે જે કાંઈ હાય તે આપવાની માજ તેા આવે ને? મને મેાજ આવીને મે' પૂરી કરી. આજ હુ` ખૂબ જ આનંદમાં અને ફ્રેશ છું.” બાપુના મેનને આંખની તકલીફ. મેં કહ્યું, “બાપુ ચાલોને આપણે એમને વીરનગર લઈ જઈ એ ?’’ બાપુ પણ સહમત થયા અને બેનને અમે વીરનગર લઈ આવ્યા. ત્યાં અધ્વર્યુ સાહેબે બાપુનુ સ્વાગત કર્યું` અને મેન માટે બધી જ વ્યવસ્થા ગેાઠવી આપી અને સાથેા સાથ બાપુને રહેવા માટે પણ વ્યવસ્થા ૧૨૫ ગોઠવી. બાપુની ઈચ્છા રાજકોટ રહેવાની. અધ્વર્યુ સાહેબને એમ કે બાપુ અહીંયા રહે તે રાજ ને રાજ કંઈ ને કંઈ લાભ મળે. આમ એમણે પોતાની ઈચ્છા મારી પાસે વ્યક્ત કરી. મે બાપુને કહ્યું તે બાપુ કહે “આજ તે રાજકોટ ચાલે પછી વિચાર કરશું.” મારી પાસે વાહનની સગવડ હતી અને અમે રાજકોટ ગયા. રાજ રાજકોટથી આવજા કરીએ. એક વખત અધ્વર્યુ સાહેલ્મે બાપુને સાંજની પ્રાર્થનામાં ભાગ લેવાનું અને ત્યાર બાદ રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું જે બાપુએ સ્વીકાર્યું. પણ વિનંતિ કરી કે તમે આ બાબતની જાહેરાત કરશે નહિ. અધ્વર્યુ સાહેબ કબૂલ થયા પણ એમ કઈ સૂરજ છાબડે ઢાંકયો રહે ? બાપુ ધીરનગરમાં આવ્યા છે એવુ જાણીને જ રાજ રાજ લેાકેા તપાસ કરતાં કે બાપુ કયારે લાભ આપવાના છે? આમ લાકડીયા તાર પહાંચ્યા અને સાંજથી જ લોકો આવવા લાગ્યાં. રાત્રે પ્રાથના વખતે હાલ તેા અકડેઠઠ ભરાઈ ગયા અને બહાર ચેાગાનમાં માણસા ઉભરાવા લાગ્યાં. પ્રાર્થના થઈ અને અધ્વર્યું સાહેબે બાપુને એ ખેલ કહેવા અને અનુકૂળ હોય તેા ભાગવત વિષે એ એટલ કહેવા માટે વિન ંત કરી. બાપુએ ખેલવાનુ શરૂ કર્યું.... બરાબર એક કલાક સુધી એમની અસ્ખલિત વાણીમાં પ્રવચન કર્યું. સાંભળનાર મંત્રમુગ્ધ થઈને સાંભળતા હતા અને રસમાં તરયેળ થતા હતાં અને ખેલવાનું પૂરુ થયું અને અધ્યયુ` સાહેબ ઊભા થયા અને કહે કે “આજ દિવસ સુધીમાં ભાગવત અંગેનાં ઘણાં પ્રવચને સાંભળ્યા છે, વાંચ્યુ' છે પણ બાપુ પાસેથી સાંભળીને ભાગવત શું છે તેનું રહસ્ય જાણ્યુ' તેવું કોઈની પાસેથી પણ જાણ્યું નથી. આજ હું કૃતાર્થ થયા. તૃપ્ત પણ.’’ આમ અનેક દિવસનુ સાટુ' બાપુએ એક જ દિવસમાં વાળી આપ્યું. આ પ્રેરણાથી પ્રેરાઈ તે અષ્યવું સાહેબે એક વખત ઇચ્છા વ્યક્ત કરી કે કવિ] દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy