SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ આજ મને મોજ આવી છે • કાન્તિભાઈ કારિયા મેઘાણીભાઈ અંગેના એક ગ્રંથનું ઉદ્ઘાટન હતું. આ વખતે બાપુના નામથી હું પરિચિત પણ અંગત રીતે મારે સંબંધ ન હતે. મને એ પ્રસંગમાં જવાનું આમંત્રણ હતું તેથી ગયો હતા. શ્રી ગગનવિહારી મહેતા પ્રમુખ હતા. એક પછી એક વક્તાઓ બોલતા હતા પણ કોઈને તેમાં રસ ન હતું, સૌ બાપુ સામે તાકી રહ્યા હતા. અને બાપુને વારો આવ્યો : મેઘાણીભાઈએ ચારણી સાહિત્યની કરેલી સેવા અને ચારણી સાહિત્ય એ વિષે બાપુ એકધારું અખલિત બોલ્યા. આ વખતે દેશના મહાન કવિશ્રી મૈથિલીશરણ ગુપ્ત હાજર હતા. બાપુના વ્યક્તિત્વ ઉપર આખી સભા મંત્રમુગ્ધ થઈને ડોલી રહી હતી. અને જ્યાં બાપુએ પિતાનું બોલવું પૂરું કર્યું ત્યાં મૈથિલીશરણ ગુપ્ત ઊભા થયા અને બોલ્યા કે “આજ હું તૃપ્ત થયે. ઘણાં વર્ષની મારી ઇચ્છા ચારણી સાહિત્ય સાંભળવાની હતી, તે આજે દુલાભાઈ કાને પૂરી કરી. અગર આવતે જન્મ અવતાર લેવાની પસંદગી મળશે તો હું ચારણને ઘેર અવતાર લેવાનું પસંદ કરીશ. ધન્ય છે દુલાભાઈ કાગની વાણીને, એના જ્ઞાનને, એના કંઠને, અને શૈલીને હું મારું મસ્તક નમાવું છું.” આ પછી બાપુના પરિચયમાં હું આવ્યું. તે છેલ્લા દશ વર્ષથી પરિચય છે. એટલું જ નહીં પણ ઘરેબે છે. રાજકોટમાં આવે ત્યારે મારે ત્યાં ઉતરતા, સાથે ડાયરો તે હોય જ અને બહારથી મળવા આવનાર પણ ઉભરાય. આખો દિવસ વાતે, વિનોદ અને હોકાના ગુડગુડાટ ચાલતા હોય. બહાર પણ જવાનું હોય, ઉજાગરો તે રોજે થાય જ. આથી મનમાં થાય કે બાપુ આટ આટલો શ્રમ લે છે છતાં આટલી તંદુરસ્તી અને તાજગી કઈ રીતે ભોગવી શકતા હશે ? તેનું રહસ્ય મારે ત્યાં રહ્યા ત્યારે આપોઆપ જાણી શકાયું કે અમારે ત્યાંના વસવાટમાં મારાં પત્ની હરખમાં આવીને જાતજાતની અને ભાતભાતની ખાવાની વાનગીઓ બનાવે. બાપુને પણ પરસ થાય અને એને અન્નપૂર્ણા કહીને બોલાવે, ક્યારેક બિરદાવે પણ ખરા ! અને મારાં પત્ની પણ પાછું વાળીને જએ નહીં અને ભાતભાતનાં ભોજન બનાવે. બાપુ જમવા બેસે. બધી જ વાનીઓ પીરસાય પણ બાપુને કઈ પણ વાની ઉપર આસક્તિ નહિ. જોઈ જોઈને હરખાય પણ તેમાંથી એક કટકી જ ચાલે, પેટ ભરીને કદી પણ ખાતા મેં જોયાં નથી. બહુ આગ્રહ કરીએ ત્યારે કહેશે કે અમૃતનાં બે ટીપાં જ બસ છે. એનાં કુંડા ભરીને ચેડાં જ પીવાય બાપલા ? અને બીજા એને આગ્રહ કરી કરીને જમાડે. બાપુ નખજમણા હતા અને આ જ હતું એમની તંદુરસ્તીનું રહસ્ય ! ' બાપુ રાજકોટ આવે ત્યારે અનેક માણસો મળવા આવે, તેમાં જાતજાતની અને ભાતભાતની રુચિ અને ઈચછાવાળાં આવે. બાપુ સૌને સંતોષે. આમ એમને આખો દિવસ ચાલ્યો જાય, પણ અમારી સાથે વાત કરવાની એક મિનિટ પણ મળે નહિ. એક રાત્રે પથારી કરી સૌ સૂતાં અને અમે બીજા દિવસની તૈયારીમાં રોકાયેલાં હતા ત્યાં આવીને કહે કે બધું કામ પડતું મેલે અને મારી પાસે આવીને બેસે. અમે તો ગયાં અને બાપુની સામે જ બેઠાં. બાપુએ વાતો શરૂ કરી. એકાદ . કવિશ્રી દુલા ઉગ સ્મૃતિ-ગુંથી
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy