SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ લોકસાહિત્યના સ્વામી ભગતબાપુ • શ્રી ભાગીલાલ તુલસીદાસ લાલાણી ‘ભગતબાપુન ના પુનિત નામે પ્રસિદ્ધ લોકકવિ અને લોકસાહિત્યના સ્વામી, રામાયણના અંગ ઉપાસક અને લોકભોગ્ય રામાયણના રચિયતા, લેાકજીવન તે માનવતાના અમૂલ્ય ખજાનાને ખુલ્લાં મૂકનાર, કવિના કેાહીનૂર અને મા ગુર્જરીના ગૌરવ સમા, મજાદરના મહામાનવ અન્યને મન અદકેરા આદમી હતા, પરંતુ મારે મન તે તે બધું હાવા છતાં એક સ્નેહાળ, કરૂણામૂર્તિ, વાત્સલ્યભાવથી ભર્યા ભર્યાં. માનવંતા મુરબ્બી અને કૌટુ ંબિક વડીલ અને આદરણીય આત્મજન હતા. ભક્ત કવિ દુલાભાઈ “કાગ” મારાં માદક અને ઉત્સાહના ઉગમસ્થાન હતા. મારી કોલેજકાળની વિદ્યાર્થી અવસ્થાથી માંડી તેઓશ્રીએ જીવનલીલા સ ંકેલી ત્યાં સુધીના લાંબા સમયના વિશાળ પટમાં અનેક મીઠાં સંસ્મરણાના મધુર પ્રસ ંગેા પથરાયેલા હાઈ, પ્રત્યેક પ્રસંગને રજૂ કરવા મારી શક્તિ સીમિત છે. છતાં મારાં સ્મૃતિપટમાં ઉછાળાં મારતાં હું અનુભવી રહ્યો Û અને તે સ્મરણાદ્વારા દિવંગત મુરબ્બી શ્રી સાથેનું સાન્નિધ્ય ભાગવી શકું છું. તે પ્રસંગાને સૌ પ્રથમ પ્રસ`ગ અને કવિશ્રીનુ પ્રથમ દર્શીન મને સને ૧૯૩૮માં શામળદાસ કોલેજમાં થયું. કાલેજના વિદ્યાથી'મ'ડળ અને ‘ડીબેટીંગ યુનીયન'ના મંત્રી તરીકે તેઓશ્રીને જે. બી. પડવાના અગલે આમંત્રણ આપવા ગયા અને કોલેજમાં લેાકસાહિત્યના ડાયરા ગાઠવાયા. તેઓશ્રીની ભરયુવાની, કાજળકાળી અણીદાર દાઢી, લાહી તરવરતા ચહેરા, લાંબા કાળા ભમ્મર જેવા વાળ, મીઠી મધુરી વાણી દ્વારા ચારણી સાહિત્યની રસલ્હાણ કરાવવાની તેમની અમાપ શક્તિ અને મંત્રમુગ્ધ શ્રેતાઓની વધતી જતી ભક્તિ અને એકધારા વાણીપ્રવાહ દ્વારા વક્તા અને શ્રેાતા વચ્ચેની અભિન્નતા મેં પ્રથમવાર અનુભવી અને માણી. ત્યાર પછી તો હું તેમને ભક્ત બની ગયા. ઘણા પ્રસંગો મળ્યા જેમાં તેઓશ્રીના સમૃદ્ધ હૃદયપ્રદેશમાં પ્રવેશ કરવાને મને દુ^ભ હક્ક પ્રાપ્ત થયા. મહુવા તાલુકાના અનેક સામાજિક પ્રસંગોએ તેઓશ્રીની સાથે રહેવાના પ્રસંગ પ્રાપ્ત થયા. હું. શિહેારના કંસારા કુટુબના દીકરા હાઈ, તેઓશ્રીને વાસણની ‘માંડય' સજવાને શેખ પારખી શકયો અને મજાદરના તેમના કાઠિયાવાડી શણગારવાળાં ઘરમાં, મારી અને તેઓશ્રીની સંયુક્ત પસંદગીના ત્રાંબા, પિત્તળ અને કાંસાના હાથઘડતરનાં વાસણાની દેગરડીએ આજે પણ મારી વાતની સાક્ષી પૂરે છે. ૧૯૬૨માં ગુજરાત રાજ્ય વિધાનસભામાં શિહોરવલભીપુર-ઉમરાળા વિસ્તારમાંથી ચૂંટણી લડવાનેા મને આદેશ થયા. મારા સ્વભાવગત કેટલાંક કારણેાથી હું આનાકાની કરતા હતા ત્યારે તેમણે રામાયણમહાભારતની અનેક પ્રસ`ગમાળાએ યાદ કરાવી મને તૈયાર કરી દીધા અને રાજકારણમાં પરાણે પ્રવેશ કરાવ્યા. ૧૯૬૫માં સપ્ટેમ્બરની ૧૯ તારીખે ગુજરાતના મુખ્યમંત્રી સ્વ. બળવંતરાય મહેતા ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે શહીદ થયા તે પહેલાના દોઢ મહિના અગાઉ મહુવા શહેરમાં એક સ ́મેલન હતું તે પૂરું થયા પછી સ્વ. મુરબ્બી શ્રી બળવવંતભાઈ, કુ. મણી કવિશ્રી દુલા કાના સ્મૃત્તિ-ૌથ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy