SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ ૧૧૪ રચેલ “નવા નવરાજ'' ગીતમાં શબ્દે શબ્દે બિબીત થાય છે. તેની માત્ર એક જ લીટી અત્રે આપું : “ચાર ડાકુ બદમાશ અનીયા નહિ; હાય રે ! આજ રાજપુત બન્યા બિચારા.” હૃદયમા ક્ષત્રિ – રાજપુતાને માટે સધરાયેલ ભાવના બંધ એ રીતે એકાએક ઉપરની તૂટી વાકધારાના રૂપમાં વહેતા આપણે જોઈ શકીએ છીએ. આવા હતા પદ્મશ્રી દુલાભાઈ કાગ જેએ ‘‘ભગત બાપુ’”ના નામે જાણીતા હતા. ગમે તેટલી બુદ્ધિ ને કલમ ચલાવતાં પણ તેમનુ સંપૂર્ણ ચિત્ર આપવુ મુરકેલ હોઈ તે સ્વસ્થની પાસે મારા નતમસ્તકે વંદન સહિત જ વિરમું', આ નિજાન માટે કાન્યા રચનાર “ રાતે એમણે ફેંટો ઉતારી, ચોટલાના કેશ સમા કરી, પછી પોતાની રચેલી દેવીની, પ્રભુની તેમ જ ચારણ આઈએ’ની સ્તુતિના ઝડઝમકિયા છંદો ગાયા, ત્યારે એમના ઘેરા, ગંભીરા, મંદિર ઘૂમટના ઘટરણકાર શા કંઠના પરિચય થયો. છંદોની જડખાતેાડ શબ્દગૂથણીને આસાનીથી રમાડતી એમની જીભની પણ શક્તિ દેખી. વધુમાં વધુ રસની વાત તે! એ જાણી કે દુલાભાઈ કોઈ રાજદરબારી કવિ નથી, પણ ઘરધણી ખેડૂત છે, અજાચી ચારણ છે તે નિજાનંદ કાજે કાવ્યો રચે છે. લેાકવનના પાકા રંગે એ રંગાયેલા છે. લાકસાહિત્યમાં રહેલી ખૂબીએની પિછાન થયા પછી પોતે એ ગીતા કથાઓને પોતાના લોહીમાં ઉતારી લીધાં છે. તે વધુમાં એમને નવા યુગની પ્રગતિશીલ દૃષ્ટિ છે. લેાકેાનાં દુ:ખ કોને કહેવાય, એ દુઃખની લાગણીમાં શી શી ઊંડી વેધકતા પડી છે, કવિતામાં એ વેધકતાને ઉતારવા માટે કેવા સંયમભર્યા શબ્દાલેખનની જરૂર છે, વગેરે સાન આ પહાડના બાળને, આ પ્રકૃતિને ખાળે ધાવી રહેલા માનવને ઘણી વહેલી વરી ગઈ છે. એમણે રચેલાં નવભાવનાનાં ગીતે એ ગીતેા નથી પણ ગીતેામાં ગૂંથેલી આખ્યાયિકા છે. ભારતવર્ષના રાષ્ટ્રભાવોને, માતૃભૂમિની મનોવેદનાને દુલાભાઈ એ નાનાં કાવ્યાખ્યામાં ઉતારેલ છે. રાષ્ટ્રજાગૃતિના જે ગગાપ્રવાહ દેશમાં વહે છે તેની અંદરથી નાની મોટી નહેરો વાળીને લેાકનાયકે પતાપોતાના જનસમૂહોમાં લઈ જાય છે. દુલાભાઈ એ રાષ્ટ્રગ`ગાના એ પુનિત નીરને કાવ્ય-નહેરે પેાતાના વતનમાં–લાકજીવનમાં વાળી લીધાં છે. (કાગવાણી ભાગ ૧ ની પ્રસ્તાવનામાંથી) કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ —ઝવેરચંદ મેઘાણી
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy