SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ નથી પણ મહાત્માઓ મારફત તેનું સર્જન થાય છે. હિન્દવાપીર આપા ગીગાના નામથી પણ હૃદયમાં રહેલા પ્રેમ અને ભક્તિ ઉપર તરી આવે છે. ધન્ય છે સતાધાર” મીંચેલી આંખો પ્રફુલ્લીત વદન સાથે ભગતબાપુ સાધુ સંતના ઉચ વિશાળ પ્રદેશની ભૂમિકામાં વિચરવા લાગ્યા. તેમની વિચારસમાધિ તોડવા મેં વાત શરૂ કરી : “બાપુ, મને પણ સતાધારને એક વિચિત્ર અનુભવ થયો હતો !” પોતે મીંચેલી આંખે ચાલુ રાખી ટુંકાણમાં જ કહ્યું, “કહી નાખે.” “મુંબઈ ખાતેના એક મિત્રના સંબંધી સોરઠ જેવા માગતા હતા. તેમને બધાં સ્થળ બતાવવા માટે મુંબઈ ખાતેના મારા મિત્ર તરફથી ખાસ ભલામણ થઈ આવેલ, એટલે તે ભાઈની સાથે મારે સૌ પ્રથમ સતાધાર આવવાનું થયું. આ ભાઈ મૂળ સૌરાષ્ટ્રના. બચપણ હૈદરાબાદમાં વિતાવ્યું. પુખ્ત ઉંમરે પહોંચ્યા પછી મુંબઈમાં ફેરી કરવા લાગ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુમાસ્તામાંથી લખપતી બનનારા કેટલાક પિકીના આ ભાઈ એક હતા. અમે બપોરને સમયે સતાધાર પહોંચ્યા ત્યાં હરિહરનો સાદ પડ્યો હતો. શ્રી શામજી ભગતે ઉમળકાભેર અમારું સ્વાગત કર્યું, પ્રસાદ લેવા માટે અંતઃકરણપૂર્વક આગ્રહ કર્યો. અમે જમીને નીકળેલ હોઈ પ્રસાદ ન લેવા બદલ તેમની માફી માગી. મંદિરમાં દર્શને ગયા. આવેલ ભાઈને સતાધાર મંદિરનો ઈતિહાસ હું જે જાણતો હતો તે કહી સંભળાવ્યું. પણ તેમનું ધ્યાન બીજા બધા કરતાં ભજન શાળામાં જમવા બેઠેલા ૨૦૦-૨૫૦ માણસે તરફ હતું. વિચારોમાંથી એકાએક જાગૃત થઈ વેપારીને સુલભ એવો સવાલ કર્યો કે “આ માણસ જામે છે તેમની પાસેથી થાળી દીઠ કેટલા પૈસા લેવાતા હશે ?” મેં જવાબ આપ્યો: “કાંઈ નહિ.” આ જવાબ સાંભળતાંની સાથે જ શેઠને અચંબા સાથે આઘાત લાગ્યો હોય તેમ મોટેથી બોલી ઉઠયા : મફત !” આથી વિશેષ કાંઈ પણ બોલ્યા વગર તે ઓટલા ઉપર બેસી ગયા. થોડી વાર શાંત રહ્યા પછી પાણીને ગ્લાસ મંગાવી ખિસ્સામાંથી ગોળી કાઢીને ગળી ગયા. પંદર મિનિટ આરામ લીધા પછી કાંઈ પણ બોલ્યા વગર મને કહ્યું કે “ચાલે હવે રવાના થઈએ.” થેડે આરામ લીધા બાદ પ્રવાસમાં આગળ જવાન શામજી ભગતે કરેલા આગ્રહનો અસ્વીકાર કરી અમે ચાલતા થયા. રસ્તામાં શેઠ મૂંગાં જ હતા. થોડી વાર પછી માત્ર એટલું જ બોલ્યા કે “રેશનીંગના સમયમાં અનાજનો કેટલે દુર્વ્યય !” આ પ્રસંગ સાંભળી ભગત બાપુ મુક્ત રીતે હસી પડયા. વળતે દિવસે જ્યારે અમે તુલસીશ્યામમાં જમવા બેઠા ત્યારે ઉપલા પ્રસંગને યાદ કરી મને પૂછ્યું કે “આચાર્ય, શેઠને અહીં લાવ્યા હતા ?” મેં જવાબ આપ્યો : “સતાધાર પછી અમે પરબ, કે તુલસીશ્યામ શેઠને બતાવ્યું હોત તે પાછળથી તેમને હોસ્પીટલમાં દાખલ કરવા પડત!” કાળા બજારમાંથી નાણાં કમાનાર શેઠને અનાજના ખોટા બગાડથી આઘાત પહોંચે તેવું એમને ન બતાવ્યું. - જેમ જેમ અમે ગીરમાં ઉતરતા ગયા તેમ ભગત બાપુ જાણે પોતાનાં સ્વજનોની દુનિયામાં જતા હોય તેવા ભાવાવેશમાં આવતા હતા. આંબાજળ નદી ઉતર્યા એટલે કાંઠા ઉપરની વનસ્પતિ નદીમાં ગારાનું ખુતાણ ચોમાસામાં કોઈના બાપની શરમ રાખે નહિ તેવી વંકી અબાજળના ગુણદોષ અને તેછડાઈની ગાથા પૂરી થાય ત્યાં ગાંડી ગીરની ગોદમાં ઊંચે માથે ઊભેલા શેમળાના ઝાડ તરફ નજર જતાંની સાથે જ વાતે વળાંક લીધો, “આચાર્ય ! આ જગન્ધર વરસમાં ત્રણ વખત કાયાપલટ કરે હો ! અને આ સાગ, સીસમ ન હતા તે માનવીઓની મલીઓ તકલાદી બનત.” સાજડના ઝાડની સાથે જોતા જ ફટકારી : “આચાર્ય ! આ કલંધર કામને કDિI Eલાલા ઋIિD :
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy