SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ તુલસીશ્યામના માર્ગે • મહંત હરિકૃષ્ણાચાર્ય ૧૯૬૦ની સાલમાં હું જૂનાગઢ જિલ્લા કલ બોર્ડને પ્રમુખ હતા. આ અરસામાં શ્રી ભગતબાપુ જૂનાગઢ ખાતે ચાલતી લોકસાહિત્ય વિદ્યાલયની મુલાકાત વખતેવખત લેતા. આવતાંની સાથે જ ગામમાં રહેતા પોતાના નિકટવતી વ્યક્તિઓને ખબર આપી મળવા બેલાવતા. આવનારાઓના ખબર-અંતર પૂછતા. આ વિધિ પૂરે ન થાય ત્યાં સુધી પિતાને પ્રવાસ તેમને અધૂરી લાગતા. આ લિસ્ટમાં મારું નામ પણ હતું. મહંત, મહારાજ અને સાધુ-સંતને ભગતબાપુ હંમેશાં આદરપૂર્વક જતા. આ લોકો સાથેનો વર્તાવ પોતાના નિકટના સંબંધીઓ જેવો હંમેશાં રાખતા. આ સાલના માર્ચ મહિનાની શરૂઆતમાં પૂ. રવિશંકર મહારાજ જૂનાગઢ પધારેલા હતા, તેમને મળવા શ્રી ભગતબાપુ એચિંતા નીકળી આવ્યા. તેમના આગમનના ખબર મળતાંની સાથે જ રાબેતા મુજબ મળવા ગયા. ભગતબાપુએ લાગણીપૂર્વક બાલ-બચ્ચાંના ખબર-અંતર પૂછીને મને કહ્યું કે, “આચાર્ય ! આવતી કાલે વહેલી સવારે તુલસીશ્યામ જવા માટે મારી ઈચ્છા છે.” તુલસીશ્યામ ખાતે ગૌ શાળાનું અને અન્ય બાંધકામ શ્રી રતુભાઈ અદાણીએ એકઠા કરેલા સાર્વજનિક ફંડમાંથી ચાલતું હતું. તે જોવાની તેમની ઈચ્છા હતી. વધારાના કામ માટે આયોજન કરી ભવિષ્યની વ્યવસ્થા ગોઠવવા માટે પિતાને અંગત માહિતી મેળવવી હતી. તુલસીશ્યામના વિકાસ માટે ભગતબાપુની આગેવાની નીચે એક અવિધિસરની કમિટિ હતી, જેની સાથે હું પણ - g * - - - - - - - સંકળાયેલ હતા. વિશેષમાં અહીં ખાતે જિલ્લા લેલ બોર્ડ તરફથી પથિકાશ્રમ અને કેઝ-વેનું બાંધકામ ચાલુ હતું તે પણ વખતોવખત તપાસવા જવાની મારી ફરજ હોઈ આ સંસ્થા અને તેની પ્રવૃત્તિ સાથે મારો સંબંધ નજદિકને હતે. મને અનુકૂળતા હોય તે તુલસીશ્યામના પ્રવાસમાં ભગતબાપુ સાથે જોડાવું તેવી તેમની ઈચ્છા હતી. જે મેં સ્વીકારી અને પ્રવાસમાં સાથે જોડાવા સંમતિ આપી. વળતા દિવસે અમે સવારે જૂનાગઢથી તુલસીશ્યામ જવા માટે નીકળ્યા. ભગતબાપુની શારીરિક સ્થિતિ પહેલેથી જ નબળી હતી. તે મારા જાણવામાં હતું. પોતે આડા રસ્તાનો પ્રવાસ સહન ન કરી શકે તે ઈરાદાથી વેરાવળ ઉના મારફત તુલસીશ્યામ પહોંચવાની મેં ભગતબાપુને કરેલી વાત તેમણે ન સ્વીકારી, અને કહ્યું : “આચાર્ય, થાક લાગે કે માંદા પડીએ તેની ચિંતા શ્યામ ભગવાનને સોંપીએ. મેં લાંબા સમયથી ગીર નથી જોઈ માટે આપણે ગીરમાંથી પસાર થતા મારગે જવાનું છે.” તેમની ઈચ્છા મુજબ વિસાવદર, સતાધાર, થઈને તુલસીશ્યામ જવા માટે પ્રવાસ અમે શરૂ કર્યો. સતાધારની ધોળી ધજા દેખતાંની સાથે જ ભગતબાપુના આ સ્થાન સાથેનાં સ્મરણે તાજા થવા લાગ્યાં. મારે ખભે હાથ મૂકી ગદ્ગદિત કંઠે કહેવા લાગ્યા, “આચાર્ય, લેકજીવનના ઉત્કર્ષ માટે બાંધવામાં આવેલાં આ સ્થાનકના પુરુષોની પગરજ જ્યાં પડી હોય તેની હવાથી પણ માનવીના વિચારો પવિત્ર થાય. આનું નામ જ યાત્રાધામ. યાત્રાધામ જન્મતાં થતા કવિ દુલા કાગ ઋtત-
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy