SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણાં હક સ્વાધીન ” મેં તરત ચાર-પાંચ દુહા લખ્યા છે બાવન કુલના બાગમાં ફક્ત કેરમ લેવાની છૂટ પણ મેટી માથાકૂટ છે તેડયું કે જોડયું કાગડા. એલા, એ સોરઠી શાયર, તુલસીદાસે રામાયણના હક્કો સ્વાધીન રાખ્યા છે ? સુરદાસે કે મીરાએ, નરસિંહે કે કબીરે રાખ્યા છે તે તમે રાખે ! તરત જ જવાબ આવ્યો કે “મારું ધ્યાન ન હતું. ભૂલ થઈ છે તે સુધારી લીધી છે. જેટલી પ્રતો પડી છે તેમાં આ શબ્દ ઉપર ટીકડી ચડાવી દઉં છું.” માટે જ કહું. બીજા માટે નહિ. કેઈને ગમે. કોઈને ન ગમે-“પણ કવિરાજ પોતે જ આગ્રહ કરવા માંડવ્યા અને મેં કહી શકાય એવા બે ચાર દુહા કહ્યા અને બાકી થોડી વાત કરી. મોઢામોઢ પ્રશંસા સાંભળવા સહુ કોઈ તૈયાર છે પણ સામા ચાલી ટીકા સાંભળી આનંદે એવા કવિરાજ દુલા કાગ જેવા તે લાખે એક પણ નહિ હોય ! A A A ઈ. સ. ૧૯૫૯ના માર્ચમાં કવિરાજ બિમાર પડ્યા. હું તેમની ખબર કાઢવા જવાનું હતું ત્યાં સમાચાર મળ્યા કે હવે ઠીક છે તેથી મેં લખ્યું કે નાંગર નાવ તારું નાવિક નાંગર નાવ તારું રે કિનારે કળાણે સામે નાંગર નાવ તારું રે. તેને ઉત્તર પણ તેવો જ મળ્યો. પોતાની ઈચ્છા ખરેખર નિવૃત્તિ લેવાની હતી પણ સમાજ તેમને નિવૃતિ લેવા દે તેમ નહતો. મન તે મુક્ત હતું પણ શરીરને સંસારનાં બંધનોમાં જકડી રાખવું પડતું. આવો જવાબ કવિ દુલા કાગ જ આપી શકે. તેમના વિશાળ હૃદયમાં હેતુ મિત્રની સૂચના સારા અર્થ માં જ લેશે. તે ધારે તે મને ખુલાસે લખી શકે કે વિરોધ કરે, પણ નહિ આ તો સાગરપેટ, અસલ સોરઠી શાયર હતો. પોતાની ભૂલ થાય એ સ્વીકારવી તેમાં તેને કોઈ નાનપ ન હતી. પોતાનાં કાને કોઈ વડે તે ક્રોધ ન કરતાં વિચારે અને એમાંય મિત્રોના કડવાં વેણ એને મધથી મીઠાં લાગતાં. એક પ્રસંગ યાદ આવે છે. ઈસ. ૧૯૫૨માં લીમડીમાં સ્વ. કાકાસાહેબ ફતેહસિંહજીએ નવરાત્રી ઉત્સવ ઉજવેલે. કવિરાજ પણ હતા. અમે ઉતારે બેઠા બેઠા લાખ લાખની હાંકતાં હતા ત્યાં કાકાસાહેબ આવ્યા અને પ્રાસ્તાવિક વાત કરતાં કરતાં કવિરાજે મારો પરિચય આપતાં કહ્યું : “કાકાસાહેબ, આપ શંભુભાઈને એક અધિકારી તરીકે ઓળખે છે પણ અમે તેને અમારા એક તરીકે ઓળખીએ છીએ. માર્ગ ભૂલતા ચારણ કવિને નિર્ભિક થઈ મોઢા મોઢ કહી દે એણે મારાં તો અનેક ગીત, કવિત, દુહાઓ લખ્યા છે.” કાકાસાહેબે મને કહ્યું કે “આ તે. ખબર નહિ, હવે કાંઈક સંભળાવો.” મેં કહ્યું એ જે લખાયું છે તે મિત્રો વચ્ચેની પ્રેમભરી વાત છે. એ બીજાને સંભળાવાય નહિ અને હું કાગ કવિ - ઈ. સ. ૧૯૬૫માં પોતે ધોળકે ગયેલા ત્યાંથી માંદા પડી અમદાવાદ આવ્યા. શ્રી રતિકુમાર વ્યાસને ત્યાં ઉતર્યા. મને સમાચાર મળતાં હું તેમને મળવા ગયો. શરીર નખાઈ ગયેલું પણ એ જ હસતી આંખો અને એ જ રણકત કંઠ. મને તેમણે ઉમળકાભેર આવકાર આપ્યો ત્યારે મે કહ્યું : મૂકને માથાકૂટ / દુલા બેસી રહે ઘરમાંય, કાયા તારી કામ કરે નહિ જ્યાં ત્યાં દોડ્યો જાય, ભલે થઈ માન તું મારું કવિ નાવ નાંગર તારું, અગર સળી આપબળે ને અન્યને આપે સુવાસ, મીણબત્તી જે જાત જળવી પાથરી રહે પ્રકાશ એવું તારું જીવન સારું શરીર શું કરે બીચારું. છે ' કuિછી દુH! કાd ઋIિ-ઘ છે દુલા કાગ-૧૩
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy