SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વિભૂતિનું ચરિત્ર આલેખવાની પાછળનો અમારો આશય એટલો જ કે શ્રીમદ્ રાજચંદ્રજીના દિવ્ય પ્રકાશિત જીવનનાં થોડાં કિરણો વાચકો, ભાવકો કે જિજ્ઞાસુઓને સાંપડે અને એ દ્વારા એમનામાં મુમુક્ષા જાગે. એ જાગેલી મુમુક્ષાને એમના આ જીવનચરિત્રમાંથી દિશાસૂચન સાંપડી રહે.” આ ચરિત્રગ્રંથમાં એક પૃષ્ઠ પર ચિત્રો અને સામે પૃષ્ઠ લખાણ એ રીતે ૮૦ જેટલાં લખાણો આપવામાં આવ્યાં. અંતે શ્રીમદ્ભાં વચનામૃતો આપવામાં આવ્યાં છે. આ ગ્રંથ શ્રીમદ્ભી સામાન્ય માનવીથી માંડી સાધક સુધીની સફરનો પરિચાયક બની રહે છે. ગ્રંથનો અંગ્રેજી અનુવાદ “A Pinnacle of Spirituality' નામથી પ્રગટ થયો છે. ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે' (વિ. સં. ૨૦૪૫) આચાર્ય કેલાસસાગરસૂરિ મહારાજનું ચરિત્ર છે. આ ચરિત્રની વિશેષતા એ છે કે એમાંથી આચાર્ય મહારાજની નિશ્રામાં યોજાયેલા ઉત્સવો, મહોત્સવો કે પ્રતિષ્ઠા મહોત્સવોની વાત ગૌણ કરીને લેખકે આચાર્યશ્રીના આંતરજીવનને આલેખવા પર વિશેષ ધ્યાન આપ્યું છે. એને લીધે ચરિત્ર રસપ્રદ બન્યું છે. ૧૩ પ્રકરણોમાં વિભાજિત આ ચરિત્રમાંથી ચરિત્રનાયકની અસાધારણ પ્રતિભા સુપેરે ઊપસી આવી છે. બાળકોના બુદ્ધિસાગરસૂરિમાં લેખકે ૧૦૮ પુસ્તકોના રચયિતા અને અધ્યાત્મયોગી આચાર્ય બુદ્ધિસાગરસૂરિના ચરિત્રને રસપ્રદ રીતે આલેખ્યું છે. જિનશાસનની કીર્તિગાથા' (૧૯૯૮) ચરિત્રસાહિત્યનો વિશિષ્ટ ગ્રંથ છે. એમાં કુલ ૧૦૮ ચરિત્રોની પરિચયઝલક રજૂ થયેલી છે, જે પૈકી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા – પ્રત્યેકનાં સત્યાવીસ ચરિત્રોની જીવનસુવાસનું આસ્વાદ્ય આલેખન થયું છે. આમ તો આ ચરિત્રકથાઓ છે પરંતુ એ કથાઓમાં ક્યાંક ધર્મનાં ઓજસ છે, ક્યાંક ભાવનાની ભવ્યતા છે, ક્યાંક સમર્પણની સુવાસ છે તો ક્યાંક ત્યાગનું તેજ છે. લાછીદેવીનું ચરિત્ર સાધર્મિકની સેવાથી તરબતર છે, તો જ્યેષ્ઠાનું ચરિત્ર ઉમદા ચારિત્રનું ઉદાહરણ છે. વિક્રમાદિત્ય હેમુ વીરતાથી સભર છે તો સવચંદ અને સોમચંદ શેઠનાં લઘુચરિત્રો માણસાઈનાં મહામૂલાં રત્નો સમાન છે. શેઠ જગડુશા ઉદારતાનું ઉચ્ચ શિખર છે તો મહામંત્રી અભયકુમાર બુદ્ધિપ્રતિભાનો સ્વામી છે. સાધ્વી રુક્મિણીનું ચરિત્ર હૃદયપરિવર્તનનો આલેખ છે જે ઇતિહાસનું ગૌરવ બને છે. જેવી રીતે ગીતના શબ્દોને સંગીત લય આપે છે તેવી રીતે અહીં આલેખિત ચરિત્રોને સુંદર ચિત્રાંકનો લય આપે છે. પ્રસ્તુત ગ્રંથમાં સમાવિષ્ટ પ્રત્યેક ચરિત્રકથાને શ્રી અશોક સહા (પદ્મપુત્ર) અને શ્રીમતી પ્રાર્થના સહાની ચિત્રકલાનો અપૂર્વ લય સાંપડ્યો છે. શબ્દોમાંથી ચિત્ર પ્રગટે છે અને ચિત્રોમાંથી કથાની સરવાણી વહે છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે એ જૈનશાસનની ગૌરવગાથાનું આલેખન હોવા છતાં એમાં સાંપ્રદાયિક અતિશયોક્તિ નથી અને અન્ય ધર્મ પ્રત્યે કટુ ચંગપ્રહારો પણ નથી. જૈનેતર ભાવક પણ ભાવવિભોર બની ઊઠે એવું સમતોલ અને વિરલ 38 ચરિત્રસાહિત્યમાં પ્રદાન
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy