SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્રનાયકના પુરુષાર્થની વિરલ ગાથા આ ચરિત્રની મહિમાવંત પ્રક્રિયા છે. નાયકના જીવનમાં આવેલા સંઘર્ષો અને વ્યાપારમાં એમણે ઝીલેલા પડકારોને અહીં શબ્દબદ્ધ કરવામાં આવ્યા છે. આ જીવનકથામાં વિષાદ અને ઉલ્લાસ, ભરતી અને ઓટ, ભવ્ય સફળતા અને ઘોર નિષ્ફળતા – એ બધું મળે છે અને એમાંથી દૃષ્ટિગોચર થાય છે ચરિત્રનાયકનું બહુઆયામી વ્યક્તિત્વ. આ ચરિત્રમાં નાયકના વ્યક્તિત્વનાં જુદાં જુદાં પાસાંઓ પ્રગટ કરવામાં આવ્યાં છે. ઔદ્યોગિક સાહસસુરા માનસનું પ્રતિબિંબ અહીં સુપેરે ઝિલાયું છે. સંઘર્ષની વાસ્તવિકતાના સ્વીકાર સાથે સ્વપુરુષાર્થ કેવા કેવા પડકારોને પાછા ઠેલીને સિદ્ધિતપમાં પરિણમે તેનું જ્વલંત ઉદાહરણ એટલે યુ. એન. મહેતા. લેખક ચરિત્રનાયકની માનવતા, જીવનદૃષ્ટિ, વ્યાપારી કુનેહ અને સમજબૂઝને વાચા આપી છે. માનવતાના મરમી એવા યુ.એન. મહેતા વૈશ્વિક દૃષ્ટિબિંદુએ સેવાધર્મને કઈ રીતે ચરિતાર્થ કરે છે ને તેમાં વિઘ્નરૂપ દુઃખ-દર્દનો કેવો સામનો કરે છે એ અહીં સુપેરે ફલિત છે. ભાવનગરની સાયન્સ કૉલેજમાંથી બી.એસ.સીથનાર તેજસ્વી વિદ્યાર્થી યુ. એન. મહેતા શિક્ષણનાં સત્યોને લોક-આરાધનામાં, દવાનાં વ્યવસાયમાં કેવી રીતે કેન્દ્રિત કરે છે તે આ ચરિત્રમાં ઉપસાવાયું છે. યુ. એન. મહેતાએ એક રેશનિંગ ક્લાર્કથી પોતાની કારકિર્દી શરૂ કરેલી. પછી તેઓ દવા વિતરક થયા. એ અનુભવનો ઉપયોગ કરી તેમણે ટ્રિનિટિ લેબોરેટરિઝના નામે દવા-વ્યવસાય શરૂ કર્યો. ઈ. ૧૯૫૯થી શરૂ થયેલી તેમની આ સફર ૩૧-૩-૧૯૯૮ના રોજ જીવનના અંત સુધી અવિરત સિદ્ધિનાં શિખરો સર કરતી ચાલ્યા કરી. તેમણે ટૉરન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા જાતજાતના રોગોની શામક દવાઓ રાષ્ટ્રને સમર્પિત કરી છે. યુ. એન. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમની સેવાધર્મી આત્માની દીર્ઘકાલીન દૃષ્ટિનો વ્યાપ પારખી શકાય છે. શ્રી મહેતાના મૂલ્યવાન પ્રદાનને બિરદાવતા અનેક એવૉર્ડ્ઝ પૈકી ઈ. ૧૯૯૧નો એશિયા ઇન્ટરનેશનલ એવોર્ડ ફાર્માસ્યુટિકલના આ ક્રાંતિવીર પુરુષના પ્રબળ, પ્રખર અને પ્રાંજલ વ્યક્તિત્વની સાહસિકતાનો નમૂનો છે. અદનામાં અદની વ્યક્તિને કઈ રીતે માર્ગદર્શક મદદ પહોંચાડવી એની ગતિશીલતામાં સતત વ્યસ્ત રહેનાર યુ. એન. મહેતા ગુજરાતની અસ્મિતાના પ્રતીકરૂપ હતા. એમના દર્શનને લેખકે પ્રગટ કર્યું છે. ગુણાનુવાદ કે શેખીખોરીના અભાવમાંથી પ્રકટતી નાયકની પારદર્શક સાહસવૃત્તિ પ્રગટાવતું આ ચરિત્ર ગુજરાતી ચરિત્રગ્રંથોમાં નોંધપાત્ર છે. ઉપર્યુક્ત બંને ચરિત્રોમાં વેપાર-ઉદ્યોગક્ષેત્રે સિદ્ધિ સંપ્રાપ્ત કરનાર સાહસવીરોની જીવનરેખા ઉપસાવનાર કુમારપાળ મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર' (ઈ. ૨૦૦૦) ચરિત્રગ્રંથમાં શ્રીમદ્ રાજચંદ્રની પ્રેરક જીવનગાથા આલેખે છે. શ્રીમદ્ગી દેહવિલય શતાબ્દી સંદર્ભે રચાયેલા આ પુસ્તક પાછળનો પોતાનો ઉદ્દેશ ‘આરંભે સ્પષ્ટ કરતાં લેખકે કહ્યું છે, “આવી દિવ્ય 37 પ્રસાદ બ્રહ્મભટ્ટ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy