SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ આવરી લીધા છે. એમણે સમીક્ષકની ચાર પદ્ધતિઓની વિગતથી ચર્ચા કરી છે. ગુજરાતી અખબારોમાં સાંસ્કૃતિક ઘટનાઓની સમીક્ષા માટે બહુ ઓછી જગ્યા ફાળવવામાં આવે છે એ અંગે એમણે ટકોર પણ કરી છે. કુમારપાળે બાળસાહિત્ય ઉપર પણ સંખ્યાબંધ પુસ્તકો આપ્યાં છે. એમાંથી કેટલાંકને કેન્દ્ર તથા રાજ્ય સરકારોનાં પારિતોષિકો પણ મળ્યાં છે. એમણે એક વાર્તાસંગ્રહ પણ આપ્યો છે. આમ એમની કલમ સાહિત્ય ઉપરાંત શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત અને ધર્મદર્શન જેવાં વ્યાપક ક્ષેત્રોમાં વિહાર કરી રહી છે. કુમારપાળ વરસોથી અમદાવાદમાં રહે છે પણ એમના શરીરમાં કાઠિયાવાડનું લોહી વહે છે. એમનો જન્મ રાણપુરમાં થયો હતો. રાણપુર એટલે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના અખબાર ‘ફૂલછાબ'નું ત્યારનું વડું મથક. ફૂલછાબના સ્થાપક અમૃતલાલ શેઠ. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકાર ભવનની સ્થાપના ૧૯૭૩માં એમના સ્મરણમાં થઈ હતી. હું આ ભવનમાં વરસોથી અધ્યાપક તરીકે કામ કરી રહ્યો છું. આમ અમે સમાનધર્મા છીએ. ઉપરાંત બંને સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં અખબારો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છીએ. આજે કુમારપાળ ગુજરાત સમાચાર'ના કટારલેખક છે. એ જ રીતે હું પણ “ગુજરાત સમાચાર'નો એક અદનો કટારલેખક છું. કુમારભાઈની કલમમાં જે ખમીર દેખાય છે એ એમને રાણપુરની સૌરાષ્ટ્ર સ્કૂલ તરફથી વારસામાં મળેલું છે. બાળપણથી જ એમના પિતા જયભિખ્ખ ઉપરાંત મહાન પત્રકારો શ્રી ગુણવંતરાય આચાર્ય તથા કકલભાઈ કોઠારી અને ભીમજી પારેખ “સુશીલ' જેવા પત્રકારોનું સાંનિધ્ય એમને મળ્યું હતું. ‘ઝગમગમાં બહુ નાની ઉંમરે એમણે ક્રાંતિવીરની કાલ્પનિક કથા લખેલી. સૌરાષ્ટ્ર આમ પણ સંત અને સૂરાઓની ભૂમિ છે. એમની કોલમ ઇંટ અને ઇમારતમાં ઠેર ઠેર સંતોના ત્યાગની કથાઓ વાંચવા મળે છે. એમના પિતા ખ્યાતનામ લેખક હતા, પણ એ પિતાનું નામ વટાવવા માગતા નહોતા. રાજકપૂરની જેમ જ એ આપબળે આગળ આવવા માગતા હતા. એમનું પ્રથમ લખાણ ‘કુ, બા. દેસાઈ નામથી મોકલ્યું હતું. એમનું પ્રથમ પુસ્તક કૉલેજના અભ્યાસકાળ દરમ્યાન પ્રગટ થયું હતું. ૧૯૬૨માં એ કટારલેખક થઈ ગયા હતા. લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર પણ એમણે લખ્યું હતું. આમ એ સફળ ચરિત્રકાર પણ છે. એમણે બાળસાહિત્યનાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે. ચરિત્રસાહિત્યમાં એમનું પુસ્તક ‘અપંગનાં ઓજસ નોંધપાત્ર છે. છેલ્લા દાયકામાં એમનું નોંધપાત્ર પ્રદાન ગુજરાતી વિશ્વકોશમાં છે. આ વિશ્વકોશમાં 437 યાસિન દલાલ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy