SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન પૂછીને અમને સૌને ચોંકાવી દીધા હતા. એમનો પ્રશ્ન એ હતો કે પ્રકૃતિથી અમે બંને આટલા ભિન્ન હોવા છતાં આવા જીગરજાન મિત્રો કેમ છીએ? એમનો ધ્વનિ એ હતો કે આની પાછળ પણ કોઈ કુદરતી સંકેત છે. કુમારપાળે છેલ્લાં થોડાં વરસોથી જૈન ધર્મનો અભ્યાસ અને ચિંતન શરૂ કર્યું છે. આનંદઘન વિશે એમણે સંશોધન કરીને પીએચ.ડી.ની પદવી મેળવી છે. એ પછી તો એ જેનૉલોજીના અભ્યાસમાં એટલા ઊંડા ઊતરી ગયા છે કે પર્યુષણ નિમિત્તે દેશવિદેશમાં વ્યાખ્યાનો આપવા પણ જાય છે. વિદેશ પ્રવાસની બાબતમાં એમણે મારા જેવા અનેક લોકોને પાછળ રાખી દીધા. આટલા બધા પ્રવાસો કરવાનો અને આટલાં બધાં પ્રવચનો તૈયાર કરવાનો સમય એમને ક્યાંથી મળે છે એ મારા માટે હજુ સુધી એક રહસ્ય છે. એમના વ્યક્તિત્વમાં અનેક વિદ્યાઓનો સુભગ સમન્વય થયો છે. સાહિત્ય ઉપરાંત, પત્રકારત્વ ઉપરાંત ક્રિકેટ જેવી રમતો તથા ધર્મ અને અધ્યાત્મમાં પણ એ કુશળતાથી વિહાર કરી શકે છે. હું અઠવાડિયાની એક કૉલમ પણ માંડ લખી શકું છું, ત્યારે કુમારપાળ લગભગ દરરોજ એક કૉલમ લખે છે અને એ પણ તદ્દન જુદા જુદા વિષયો ઉપર લખે છે. આ બધા દરમ્યાન એમનું હવામાં ઊડવું તો ચાલુ જ રહે છે. કોઈને પ્રશ્ન થાય કે કલમના જાદુગર તો નથીને? અખબારી લેખનમાં કુમારભાઈએ લેખનકળા વિશે તલસ્પર્શી માહિતી આપી છે. એની સૌથી મોટી ઉપયોગિતા એ કે એમાં જે વિષયો છેડવામાં આવ્યા છે એનાં પૂરતાં સચિત્ર ઉદાહરણો પણ અપાયાં છે. માધ્યમોનો વિષય જ એવો છે કે એમાં કોરી કે શુષ્ક સિદ્ધાંતચર્ચાથી કામ ન ચાલે. અગ્રલેખોની વાત હોય કે ચર્ચાપત્રની બે પાંચ અગ્રલેખો કે એકાદ-બે ચર્ચાપત્રો નમૂના રૂપે રજૂન થયાં હોય તો એ આખી ચર્ચાનું કોમ્યુનિકેશન ન થાય. આ પુસ્તકમાં ક્યાંય આ ખામી નથી. તસવીર અને કાર્ટુનના પ્રકરણમાં ભરપૂર તસવીરો અને કાર્ટૂન રજૂ થયા છે. કાર્ટુનના પ્રકરણમાં ઇતિહાસ ઉથલાવીને “ફૂલછાબનું મેઘાણીને અદાલતમાં લઈ જનાર કાર્ટૂન “મુખડા ક્યાં દેખો દર્પણમેં મૂકીને તો કમાલ કરી છે. અલારખા હાજી મોહંમદનું ઇંદ્રદેવ આચાર્ય દોરેલું કેરિકેચર દુર્લભ છે. જગન મહેતા અને ઝવેરીલાલ મહેતાની બે ઉત્તમ તસવીરો પણ મૂકી છે. આ પુસ્તકમાં લેખનશૈલી વિશે અત્યંત ઉપયોગી ચર્ચા વણી લેવામાં આવી છે. વાક્યરચના, શબ્દસામર્થ્ય અને પેરેગ્રાફ-લેખનમાં લેવી જોઈતી કાળજીના મુદ્દા પણ વણી લેવામાં આવ્યા છે. થોડોક ફેરફાર થાય તો શબ્દનો અર્થ કેટલી હદે બદલાઈ જાય છે એ વાત દાખલાઓ સાથે સમજાવવામાં આવી છે. વિશેષણો અને અલંકારોના વધુ પડતા ઉપયોગ સામે લેખકે યોગ્ય રીતે જ ચેતવણી ઉચ્ચારી છે. પુસ્તકમાં કુમારપાળે પુસ્તક, નાટક અને સિનેમાની સમીક્ષાના વિષયો પણ 436 સાહિત્ય અને પત્રકારત્વની શાન
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy