SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય ઘડપણમાં મારી સ્મૃતિને હરીભરી રાખનાર નાટ્યક્ષેત્રના કલાકાર મિત્રોની તો વાત જ નથી કરતો. આ તેજસ્વી યુવકોને મેં કેટલું આપ્યું છે એની મને ખબર નથી, પણ તેમની ઉપસ્થિતિ મને ચેલેન્જરૂપ લાગતી તેથી સતત જાગ્રત રહેતો અને સજ્જતા કેળવવા મથતો. એ દૃષ્ટિએ એ બધા મારા ગુરુ ગણાય. મારી ચાર દાયકાની કારકિર્દીમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓ પસાર થઈ ગયેલા. તેમાંના મોટાભાગને આપણે ઓળખીએ નહીં, તો પણ તે ભૂલે નહીં. ૧૯૫૫ના મે માસમાં હું સિમલા પાસે સુબાથ હિલ્સ પર અખિલ ભારત યુનિવર્સિટી શિક્ષકોના નાટ્યતાલીમ શિબિરમાં ગયેલો. શિબિરમાંથી એક જ દિવસની છુટ્ટી સિમલા શહેરમાં જવા માટે મળેલી. શહેરમાં ફરતાં ફરતાં રાત પડી ગઈ. શિબિરનું સ્થળ ૫૦ કિ.મી. દૂર હતું. સિમલામાં રાત્રિ-મુકામની કોઈ સગવડ નહોતી. હોટેલના એક રાતના ભાડાના આપવા જેટલા પૈસા પાસે નહોતા. હું અને મારો સાથીદાર મૂંઝાતાં મૂંઝાતાં સિમલાની બજારમાં ફરતા હતા ત્યારે અચાનક મારો એક જૂનો વિદ્યાર્થી મળી ગયો ! તેણે મને ઓળખી કાઢ્યો અને અમને બંનેને તેની નાનકડી ખોલીમાં સૂવાની સગવડ કરી આપેલી. એનું નામઠામ ભૂલી ગયો છું પણ તેનો સદ્ભાવસ્મરણમાં રહી ગયો છે. એવું જ લંડનમાં બનેલું. મોડાસા કોલેજનો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમળકાથી મળવા આવ્યો અને બ્રાઇટનના પ્રવાસે લઈ ગયેલો. એ રીતે શિષ્યરૂપે મળેલા અનેક મિત્રોએ જિંદગીભર પ્રેમસંબંધ જાળવી રાખ્યો છે. શિક્ષકનું મોટામાં મોટું ઇનવેસ્ટમેન્ટ' દુનિયાભરમાં ફેલાયેલો તેનો શિષ્યસમુદાય છે. કોઈ ને કોઈ રીતે એ જવાબ દે છે. બીજા વ્યવસાયો કરતાં શિક્ષકના વ્યવસાયની એ વિશેષતા નથી? હું ઓછું આપીને મારા શિષ્યો પાસેથી વધુ પામ્યો છું. મારા કરતાં વિશેષ સિદ્ધિપ્રસિદ્ધિ પામેલા શિષ્યોને જોઈને મને એક પ્રકારનો સાત્ત્વિક આનંદ થાય છે! “સર્વત્ર વિનયમિચ્છેત્ પુત્રીત શિષ્યા પર નયમ્' એ ઉક્તિને ચરિતાર્થ કરે તેવા વિદ્વત્તા, સર્જકતા અને સુજનતામાં મારાથી ચઢી જાય તેવા શિષ્યો મને મળ્યા તેને હું ઈશ્વરની કૃપા માનું છું. સંસારયાત્રામાં યોગ્ય સ્ત્રીપુત્રાદિનો યોગ જેમ પ્રારબ્ધાધીન હોય છે તેમ સંશોધન અને જ્ઞાનઉપાસનામાં યોગ્ય સાથી-શિષ્ય મળવા એ પણ પ્રારબ્બાધીન છે. જેની આંખોમાં જિજ્ઞાસાની એવી ચમક હોય કે તેની સમક્ષ શિક્ષકનો જ્ઞાનભંડાર આપોઆપ ખૂલતો જઈને સત્ય પ્રગટ થતું જાય એવા સતુશિષ્યની શોધમાં સારો શિક્ષક હંમેશાં હોય છે. જે વાત પત્ની કે મિત્ર સમક્ષ પ્રગટ ન કરી શકાય તે જ્ઞાનગોષ્ઠિ દરમિયાન શિષ્ય સમક્ષ પ્રગટ થઈ શકે એમ હું માનું છું, કેમકે સત્યની શોધમાં કશું ગોપનીય હોતું નથી. એ દષ્ટિએ ગુરુશિષ્યનો સંબંધ પવિત્ર અને વિશ્રેમપૂર્ણ હોય છે. મારા આવા થોડાક આત્મીય સ્વજનરૂપ શિષ્યોમાં કુમારપાળનું સ્થાન છે. તેમને હું તેમના પિતા જયભિખ્ખ સાથેની મૈત્રીને કારણે છેક બાળપણથી ઓળખું છું. કુમાર લાડનામ કનૈયો)થી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ સુધીનો તેમનો વિકાસ મારી નજર સામે થયો છે. નાનપણથી ધીર 5 ધીરુભાઈ ઠાકર
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy