SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કે જે ની " છે બદ્રશીલ સંસ્કારસેવક Type of the wise, who soar but never roam, True to the kindred points of heaven and home. – Wordsworth આજના મૂલ્યહ્રાસના જમાનામાં શિક્ષક હોવું તે સદ્ભાગ્યની વાત ગણાય કે કેમ એ પ્રશ્ન છે, પરંતુ શિક્ષક તરીકે હું સદ્ભાગી છું એમાં શંકા નથી. મને ઉત્તમ કોટિના શિષ્યો મળ્યા છે. કોલેજના અધ્યાપકના હાથ નીચે ભણનારાઓની જોતજોતામાં બે-ત્રણ-ચાર પેઢી થઈ જાય છે. કેટલીક વાર ગુરુશિષ્ય વચ્ચે વયનું અંતર બહુ હોતું નથી એટલે બેઉ સરખા લાગે. કોઈ વાર અધ્યાપક નાનો હોય એમ પણ બને. એક વાર એક મિત્ર સાથે ફર્નિચર ખરીદવા ગયો. તેમના ધોળા વાળ અને મારા કાળા વાળ. તેમની કાયા પડછંદ. તે પરથી ફર્નિચરવાળાએ મને તેમનો દીકરો ધારી લીધો. એ મિત્રને મેં કહ્યું, “હવે તમારે મને વારસામાં તમારી મિલકત આપવી પડશે.” તે ખૂબ હસ્યા. તેમણે દુકાનદાર સમક્ષ ચોખવટ કરી, હું તેમનો શિષ્ય છું.” - સુરેશ જોશી, સુરેશ દલાલ, “અનામી', ઉપેન્દ્ર પંડ્યા, પુષ્કર ચંદરવાકર, ઇન્દ્રવદન દવે, હેમકુમાર મિસ્ત્રી, કનુભાઈ જાની, નરોત્તમ વાળંદ, દાઉદભાઈ ઘાંચી, ચિમનલાલ ત્રિવેદી, ચન્દ્રકાન્ત શેઠ, લાભશંકર ઠાકર, રાધેશ્યામ શર્મા, પ્રવીણ દરજી, મણિલાલ હ. પટેલ વગેરે ધુરંધરો મારા વર્ગમાં બેસતા. વર્ગની બહાર કૉલેજની પ્રવૃત્તિ અંગે નિકટ આવેલાઓમાં સુ પટેલ, ઉદયન ચિનુભાઈ, ભાનુપ્રસાદ પંડ્યા, પ્રબોધ રાવળ, હરિપ્રસાદ વ્યાસ વગેરેને ગણાવી ધીરૂભાઈ ઠાકર
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy