SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ હતા. કોઈ અંગરક્ષક કે પહેરેદાર નહીં! એમની વાતચીતમાં પણ અત્યંત વિનમ્રતા, સ્પર્શી જતી સાદાઈ અને ચહેરા પર છવાયેલી નિર્ભીકતા ! આ જ આ મહાન નેતાની નક્કર અને નમૂનેદાર ઓળખાણ. કુમારપાળ દેસાઈના પરિચયમાં આવેલી દરેક વ્યક્તિ એમના સૌજન્ય, મૃદુતા અને મદદરૂપ થવાની તત્પરતાને ભરપેટ વખાણે છે એના કારણોમાં પ્રકૃતિદત્ત ઋજુ સ્વભાવ, માતાપિતાના ઉત્તમ સંસ્કાર અને આવું બહોળું અનુભવવિશ્વ પણ ખરું જ! ગુજરાત સાહિત્ય અકાદમીનું ઉપાધ્યક્ષપદ એમણે સંભાળ્યું અને સંસ્થાને અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓથી ધમધમતી કરી દીધી હતી. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે એમણે સંસ્થાના અનેક કાર્યકરો ઉપરાંત જુદી જુદી ભાષાઓના શિક્ષણ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. માત્ર તેર લાખની મૂડીના સહારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ત્રણ કરોડના પ્રોજેક્ટના શ્રીગણેશ કરવા અને સંસ્થાને ૧૮મા ગ્રંથના પ્રકાશન સુધી તથા એક નવા વિશાળ ભવન તરફ લઈ જવી એ આખીય યાત્રાની વાત સંસ્થા ચલાવતા અને એને વેગવાન બનાવવા મથતા લોકોએ કુમારપાળ દેસાઈના શબ્દોમાં સાંભળવી પડે. કેટકેટલી સાહિત્યસેવી અને સેવાકાર્યો કરતી સંસ્થાઓમાં એમની નિસબતનું ઊજળું પરિણામ દેખાય છે ! સાહિત્યનાં કેટકેટલાં સ્વરૂપોનું એમણે ખેડાણ કર્યું છે. હવે નવલકથા ક્ષેત્રે પણ એમની કલમ વિહરવાની છે. દેશ-દુનિયાના પ્રવાસોમાં એમણે સારું તો ઘણું જોયું પરંતુ જ્યાં ૫૦ ટકાથી વધુ લોકો એઇડ્ઝની બીમારીમાં ફસાયેલા છે એવી નાઇરોબીની ઝૂંપડપટ્ટીઓના હિંસક અને ગરીબ આફ્રિકનો વચ્ચે તેઓ ફર્યા છે. એક પાદરી આવા લોકો વચ્ચે ભેખ લઈને સેવા કરે છે. મુઠ્ઠી ધાન માટે શરીર વેચતી અને પછી એઇડ્ઝનો શિકાર બનતી આફ્રિકન સ્ત્રીઓ માટે એણે એક હોસ્ટેલ સ્થાપી છે અને એમને ગૃહઉદ્યોગો શીખવીને પ્રામાણિકતાથી જીવન જીવવાની રાહ પર ચડાવે છે. આ પાદરી સાથે જઈને કુમારપાળ દેસાઈએ આવા લોકોની હૃદયદ્રાવક કથનીઓ સાંભળી છે. આ વિષયવસ્તુ અને આફ્રિકન પરિવેશને લઈને નજીકના ભવિષ્યમાં એમની કોઈ કૃતિ ગુજરાતના વાચકોને મળે ખરી ! સમાજસેવા કરતી અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી કે ઉપપ્રમુખ જેવા હોદ્દાઓ પર કાર્યરત કુમારપાળ દેસાઈની પીડિતો પ્રત્યેની અનુકંપા પણ ઉદાહરણીય છે. ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ વખતે એમણે પંદર લાખ રૂપિયા જેટલું ભંડોળ એકત્રિત કરી આપ્યું હતું. અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં વસતાં લોકોને મકાનો અપાવવાની બાબતમાં એમનું સક્રિય યોગદાન રહ્યું છે. અનેક જરૂરિયાતમંદ લોકોને સહાય તથા સમાજસેવા કરતી અન્ય સંસ્થાઓને આર્થિક યોગદાન 120 શાલીન વ્યક્તિત્વ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy