SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાના સાહિત્યિક સંપર્કોને કારણે તેઓ ઝવેરચંદ મેઘાણી, ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય, દુલેરાય કારાણી, કવિ દુલા કાગ, પં. સુખલાલજી જેવા યુગદ્રષ્ટા સર્જકો-વિદ્વાનોના સંપર્કમાં આવ્યા, તો પ્રવચનો માટે વારંવારના વિદેશ પ્રવાસોમાં તેઓ અનેક વિશ્વપ્રસિદ્ધ સાહિત્યકારો ઉપરાંત પોપ જ્હૉન પૉલ, નેલ્સન મંડેલા, ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપ જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓને મળવાની તક પામ્યા છે. માનવીના રસના વિષય એકથી વધુ હોય એવું બની શકેવરરસના જુદ જુદદ લેવલ પૂરતી નિપુણતા પ્રાપ્ત કરવી અને દાયકાઓ સુધી બધામાં એટલું જ ઊંડાણ જાળવી રાખવું એ સહેલી વાત નથી. ગુજરાતી સાહિત્ય, જૈનદર્શનની સાથે સાથે રમતગમત, ખાસ કરીને ક્રિકેટ એમનું અધિકૃત ક્ષેત્ર છે. આ વિષય પર એમણે એક સમૃદ્ધ લાયબ્રેરી વસાવી છે. એમને કોઈ વિગતની પ્રમાણભૂતતા કે ટેકનિકલ બાબતમાં પડકારી ન શકે એવું માહિતી સામ્રાજ્ય એમણે ઊભું કર્યું છે. તાજેતરમાં સૂરત શહેર ખાતે પત્રકાર કલ્યાણનિધિ દ્વારા ડૉ. કુમારપાળ દેસાઈને બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ'નો એવૉર્ડ આપવામાં આવ્યો. એવોર્ડ અર્પણ કરતી વખતે ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સિલેક્ટર અંશુમાન ગાયકવાડે કહ્યું કે બાર વર્ષની ઉંમરથી હું એમની કૉલમ્સ વાંચું છું. રમતગમત વિશેના પત્રકારત્વમાં આજના અનેક રમતસમીક્ષકો એમની શૈલી, રજૂઆત અને માહિતી દ્વારા તૈયાર થયેલા છે. નોંધપાત્ર બાબત તો એ છે કે ક્રિકેટની ટેકનિક વિશેનાં એમનાં પુસ્તકો ગુજરાતી ઉપરાંત હિંદી, મરાઠી અને અંગ્રેજીમાં પ્રક્ટ થયાં છે અને એની બે લાખ જેટલી પ્રતો વેચાઈ છે. પ્રવાસોએ એમના ભાવજગતને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. એમના અત્યંત સંવેદનસભર પ્રસંગોના સ્મરણમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાયેલી ટેસ્ટશ્રેણીની એક ઘટના છે. વેસ્ટઇન્ડિઝે પાંચેપાંચ મેચમાં ભારતને સજ્જડ હાર આપી હતી. વેસ્ટઇન્ડિઝની ટીમનો કેપ્ટન હતો ફ્રેન્ક વોરેલ. જ્યારે વિદાયની વેળા આવી ત્યારે ભારતીય ક્રિકેટરોને મળતાં એનું હૈયું લાગણીથી છલકાઈ ગયું. આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. લાખો-કરોડો દર્શકોનાં મન પર જીતનો ઉન્માદ છવાયેલો હતો, ત્યારે આ કૅપ્ટનના મન પર આવી પ્રભાવક જીતનો કોઈ નશો નહોતો. એના મન પર માનવીય ઉષ્માસભર સંબંધોની કુમાશ છવાયેલી હતી, જે એની આંખોમાંથી આંસુ રૂપે પ્રગટી. વેટિકનમાં પોપ જ્હોન પોલ (દ્વિતીય)ને તેઓ મળ્યા. જૈન ધર્મના ઉત્કૃષ્ટ ગ્રંથોની તેમને ભેટ ધરી. ખ્રિસ્તી ધર્મના ટોચના આ ધર્મગુરુએ જે સ્નેહ, સદ્ભાવ અને ઉમળકાથી આ ભેટ સ્વીકારી એ પળની છબી કુમારપાળ દેસાઈના માનસપટ પર સદાયને માટે અંકાઈ ગઈ. આફ્રિકી નેતા નેલ્સન મંડેલાને તેઓ મળ્યા. આટલા મોટા નેતા એક સામાન્ય માનવીની જેમ એમની સન્મુખ 119 લતા હિરાણી
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy