SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ગયા પત્રમાં જીવનની ક્ષણભંગુરતા વિશે વાતો નોંધી હતી. તે વાતો ઉપર, આ પત્ર મેળવનાર તમે સહુએ ગંભીરતાપૂર્વક ચિંતન કર્યું જ હશે, તેમ માની લઉં છું. આ પત્રો વાસ્તવમાં ચિંતન-પત્રો છે. આના વાંચનથી જો તમને ચિંતનની પ્રેરણા સાંપડતી હોય તો જ આનો અર્થ સાચો ગણાય. નહિ તો બંધ કરીશું. આપણું સહચિંતન જ મહત્ત્વનું છે. જીવન જો ક્ષણિક હોય; ગમે તે ક્ષણે જીવન, કાચની બરણીની જેમ, તૂટીફૂટી જ જવાનું હોય; અને આ પુગલ-કાયા માટીમાં જ વિલાઈ જવાની હોય, તો એના પર આટલો બધો મોહ શા સારુ? કાયાને સાચવવી તે એક સહજ આવશ્યકતા ગણાય. પરંતુ આપણે તો તેને લાડ લડાવીએ છીએ, તેને વધુને વધુ સુંવાળી બનાવીએ છીએ. અને તે કારણે તેના માધ્યમથી આત્માનું જરા પણ ભલું સાધી શકતા નથી, એ કેટલું બધું વિચિત્ર છે! હમણાં તો ઠેરઠેર અને વારંવાર જોવા-સાંભળવા મળે છે કે, આ વ્યક્તિને કાંઈ નહોતું, નખમાંય રોગ નહોતો, અને એકાએક નામ પડ્યું કે ત્રીજા સ્ટેજનું કેન્સર છે. ક્યારેક એમ પણ જાણીએ છીએ કે ફલાણો મિત્ર કારની અડફેટમાં અકસ્માત મૃત્યુ પામ્યો ! આવું સાંભળતાં કેવા આંચકા લાગે! અને છતાં આપણે ચેતીએ છીએ ખરા? આવી વેદના કે સ્થિતિ મારા જીવનમાં પણ આવી શકે, અત્યાર સુધી આવી કોઈ હોનારત મારા જીવનમાં નથી બની, તે પરમાત્માની કૃપા છે. માટે હવે હું ચતું અને મારા મોહને પછડાટ ખવડાવીને કાંઈક આત્માનું હિત થાય તેવો પંથ પકડી લઉં, આવો વિચાર પણ આપણને આવે છે ખરો? જિનશાસન તો વૈરાગ્યનું શાસન છે, વૈરાગીઓનું શાસન છે. આપણને મળેલા આ શાસનનો પરમાર્થ એક જ પુદ્ગલના, શરીરના તેમજ બીજા ભૌતિક પદાર્થોના રાગમાં મારે રાચ્યા-માચ્યા નથી રહેવું; પણ શરીરનો પૂરો ઉપયોગ મારી મોહવૃત્તિને ખતમ કરવામાં અને મારા વૈરાગ્યને જાગૃત કરવામાં મારે કરી લેવો છે. આટલી સમજણ કેળવાશે તો જ દીક્ષા ચારિત્ર પ્રત્યે રાગ અને આદર જાગશે; અને તો જ દીક્ષા ન લઈ શકવા છતાં તેને માટેનો તલસાટ અને તે મળે ત્યાં સુધી સાત્ત્વિક અને ત્યાગભર્યું જીવન જીવવાની દાનત જાગશે. ઘણાને દીક્ષા પ્રત્યે અરુચિ હોય છે. એ રીતે કે – આપણાથી આ ન પળાય,
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy