SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ચલણ વધે, એટલે ધર્મ અને સંસ્કારોની પરંપરાગત મર્યાદાઓ તથા આચરણોમાં છીંડાં પડે જ. વખત જતાં તે છીંડાં મોટા થતાં જાય અને પછી તે વાડ જ તૂટી જાય. તેના પરિણામે સમગ્ર જ્ઞાતિ તથા સમાજ ધર્મભ્રષ્ટ થયા વિના ન રહે. આવી માન્યતા કે સમજણથી પ્રેરિત તે પ્રતિબંધો હતા. આજે તો આવા એક પણ પ્રતિબંધ રહ્યા નથી. બલ્ક ધર્મ અને સંસ્કારોની માવજત કરનારા રીત-રિવાજોનું પાલન પણ નષ્ટપ્રાય થઈ ચૂક્યું છે. એનાં જ પરિણામોરૂપે દેશમાં વ્યાપકપણે જીવહિંસા અને અન્ય વ્યસનોનાં ઉઘાડાં અમર્યાદ તાંડવ જોવા મળી રહ્યાં છે. જ્ઞાતિઓ નાબૂદ થઈ. સમાજ તૂટ્યા. ધર્મની મર્યાદાઓ જૂનવાણી – આઉટ ઓફ ડેટ બની. રહ્યું માત્ર ખાઓ પીઓ અને મજા કરો – એ સૂત્ર. આ માટે કાંઈ પણ કરી છૂટવાની તત્પરતા આજના માણસે કેળવી લીધી છે હવે. આમાં ભક્ષ્યાભઢ્ય કે કર્તવ્ય-અકર્તવ્ય કે સાર-અસારનો વિચાર કોને આવે છે ? કોને એ રુચે પણ છે? આપણે જૈન છીએ. ભગવાન તીર્થંકર પ્રભુના બતાવેલા વિશ્વહિતકર અહિંસા ધર્મના આપણે ઉપાસક છીએ. આજના અતિવિષમ વાતાવરણમાં આ બાબત આપણે સતત યાદ રાખીએ, અને સીધી કે આડકતરી કોઈપણ પ્રકારની હિંસાથી તથા વ્યસનોથી આપણે તો બચીએ, અને આપણા સંગમાં આવનારા જીવોને પણ બચાવીએ, એટલું જ આપણે કરી શકીએ તેમ છીએ. તમે બધા આટલું કરશો? જરૂર કરજો. હમણાં હમણાં ખટારાઓ પાછળ લખેલું એક સૂત્ર, આ સંદર્ભમાં, નોંધવાપાત્ર લાગે છે. મરાઠી ભાષાનું એ સૂત્ર છે: સુરક્ષિત અંતર ઠેવા” એટલે કે “મારાથી સલામત અંતર રાખજો', નહિ તો તમને નુકસાન થઈ શકે. આ સૂત્ર આપણે, જૈનશાસનની આરાધના કરનારાઓએ ખાસ સમજી રાખવા જેવું છે. જગતમાં ડગલે ને પગલે અનિષ્ટો અને અનર્થો ચાલી રહ્યાં છે. આંખ માંડો ત્યાં હિંસા દેખાશે, વ્યસનોનું સામ્રાજ્ય ફેલાયેલું અનુભવાશે, ન કરવાનાં કાર્યો થતાં જોવા મળશે. આ ટ્રકસૂત્ર આપણને કહે છે કે “આ બધી બાબતોથી તમે સલામત અંતરે રહેજો. ત્યાં નજર નાખશો નહિ, ડાફાં મારશો નહિ, જવાનું કરશો નહિ, રસ લેશો નહિ. નહિ તો ક્યારેક ચસકો લાગી જશે. કોઈકવાર પગ લપસી જશે, ને જીવનમાં અકલ્પનીય અનિષ્ટ ઘૂસી જશે. તમે પ્રવાસે તથા પર્યટન-પિફનિફ પર જતાં જ હશો. ક્યાંક રાત્રિરોકાણ કરવું પડતું હશે. ક્યાંક ભૂખ લાગતાં જમવું પણ પડતું હશે. હોટલોની સુવિધા
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy