SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ 106 ૧૩ વિહારમાં કર્ણાટક રાજ્યની હદ વળોટી અને ફાગણ શુદમાં મહારાષ્ટ્ર રાજ્યમાં દાખલ થયા છીએ. ભાષા, વ્યવહારો, રહેણી કરણી બધું એકાએક બદલાઈ જતું લાગે. તદ્દન અપરિચિત-અજાણ્યા દેશમાંથી જાણીતા મુલકમાં આવ્યાનો અહેસાસ પણ થાય. મહારાષ્ટ્ર રાજ્ય, સરખામણીમાં, વધુ સમૃદ્ધ જણાય છે. તમિળ અને કન્નડ ભાષાઓ સાંભળવામાં કે વાંચવામાં આપણી ચાંચ જ ના બે. જ્યારે મરાઠી ભાષા સમજવી, પ્રમાણમાં, સહેલી લાગે, કાંઈક પોતાપણાની લાગણી થાય જરૂર. પણ સમૃદ્ધિ વધે એમ દૂષણો પણ વધે, એવો સામાન્ય અનુભવ છે. એ આ રાજ્યને પણ લાગુ પડે છે. આ મહારાષ્ટ્ર રાજ્ય સમૃદ્ધ ઘણું ભલે હોય, પણ આ રાજ્યમાં હિંસાનું દૂષણ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એનો ખ્યાલ બજા૨ોમાં ઉઘાડેછોગ વેચાતા મરઘાં-માછલાં વગેરેના પ્રમાણથી આવે જ. ઉપરાંત, ડગલે ને પગલે આવતી હોટલો તથા રેસ્ટોરાં પર મારેલાં ‘વેજનોનવેજ'નાં પાટિયાં જોઈને વિશેષે આવે. શુદ્ધ શાકાહારી કે પ્યોર વેજ લખેલ જગ્યા તો ભાગ્યે જ જોવા મળે. રસ્તા ઉપર ઉઘાડા જીવવધનાં અકલ્પ્ય દશ્યો પણ ક્યાંક જોવા મળ્યાં. અને માંસાહારના આ દૂષણ જેટલું જ, કદાચ તેથીયે અધિક, પ્રમાણ જોવા મળે દારૂ-મદ્યપાનનું. આ જોઈને ‘સમૃદ્ધિ ત્યાં દૂષણો’ નો નિયમ સાચો પડતો લાગે. સાથે એક સવાલ પણ જાગે કે ભારત એ ખરેખર આર્ય દેશ છે? ખરેખર આ દેશ અહિંસાનો, દયાનો, બીજાંઓના કલ્યાણનો દેશ હશે? સમગ્ર દેશમાં સર્વત્ર વ્યાપેલી અનર્ગળ હિંસાનો અંદાજ લગાવીએ, તો આપણો દેશ અહિંસાનો દેશ હોવાની માન્યતા ભ્રમણા જ પૂરવાર થાય તેમ છે. આપણે ત્યાં, થોડાક દાયકાઓ અગાઉ, સમુદ્રની મુસાફરી કરવાનું તથા પરદેશ-અનાર્યદેશમાં જવાનું, અનેક જ્ઞાતિઓમાં, પ્રતિબંધિત હતું. કોઈ જ્ઞાતિજન આ પ્રતિબંધનો ભંગ કરે તો તેનો જ્ઞાતિ-બહિષ્કાર થતો. ‘વીરચંદ રાઘવજી ગાંધી' (મહુવા) ગયા હતા ત્યારે તેમનો પણ બહિષ્કાર થયો હતો. આ બધું આજે તો અપ્રસ્તુત છે. અવાસ્તવિક પણ લાગે. અને પહેલાંના લોકોની આવી સંકુચિતતા ઉપર હસવું પણ આવે કે ઘૃણા પણ જાગે. પરંતુ, આજે જરા નવી દૃષ્ટિથી તે સમયની આવી બધી સામાજિક મર્યાદાઓનું પુનરવલોકન કરીએ છીએ, ત્યારે લાગે છે કે, આ પ્રકારના પ્રતિબંધો લાદવા પાછળ જૂના લોકોના મનમાં મુખ્ય આશય આપણા ધર્મની રક્ષાનો માત્ર હતો. વિદેશ જવા-આવવાનું વિહારયાત્રા
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy