SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ગેરલાભ લેવાશે તો કેઈ આત્માઓનાં હિત ગોટાળે ચડી જશે, એ નક્કી. આ વિષમ કાળમાં ભોળા જીવોમાં શ્રદ્ધા અને આરાધના પ્રગટે કે ટકી રહે, તે બહુ મહત્ત્વનું છે. તેને માટે પ્રયત્નો ન થાય અને ‘મારું સાચું, બીજાનું ખોટું' એવું સાવવાના પ્રયાસો થાય, તો અનેક જીવો માચ્યુત થશે તે સ્પષ્ટ છે. અને તેમાં નિમિત્ત કારણ બનનારાઓ કેવાં તો મોહકર્મો ઉપાર્જિત કરશે તે તો કલ્પનાતીત જ છે. અ.શુ.૧૪ થી ચોમાસું બેસે છે. આખા વર્ષમાં અનેકવિધ મોસમો, સીઝન, તહેવારો, કાર્યક્રમો અનુભવ્યા, માણ્યા હશે. હવે આ આરાધનાની સીઝન આવી રહી છે. તપ-ત્યાગ, જપ-ધ્યાન, આવશ્યક ક્રિયાકાંડ, સ્વાધ્યાય અને અભ્યાસ, ધર્મકથા વ્યાખ્યાનાદિનું શ્રવણ, સાંચન, સામાયિક-પૌષધ, ગુરુભગવંતોની ઉપાસના તથા વૈયાવચ્ચ, જિન ભગવાનની વિશેષે પૂજા-ભકિત, ધર્મકાર્યોમાં ધનનો સદ્ભય, અભક્ષ્ય, રાત્રિભોજન વગેરેનો ત્યાગ, આ બધાં શુભ કાર્યોમાં તમે બધાં સપરિવાર પરોવાઈ જજો તેવો અનુરોધ છે. અત્યંત વિષમ અને નાજુક આ સમય છે, તેમાં ધર્મઆરાધના જ શરણ છે, આશરો છે, સહારો છે, આશ્વાસન છે, અને રક્ષક છે, તે ન ભૂલશો. (અષાઢ-૨૦૫૮)
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy