SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ બેંગ્લોર એક મસમોટું શહેર છે; આસપાસનાં અનેક ગામડાંને પોતાના પેટમાં સમાવ્યું જતું, પાંચ-સાત લાખમાંથી ૬૦-૭૦ લાખની જનસંખ્યાનો વર્તમાન આંક ધરાવતું, બીજાં મોટાં શહેરોની જેમ જ અત્યંત પ્રદૂષિત અને ગીચતા ધરાવતું આ શહેર છે. આ શહેરમાં ઠેરઠેર નાના મોટા બગીચા છે, ફૂલોની નીપજ તથા વપરાશ પણ ખૂબ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. રસ્તાઓ પણ વૃક્ષોથી છવાયેલા જોઈ શકાય છે. તેથી આ શહેર ગાર્ડન સિટી એવા નામે ઓળખાતું આવે છે. પણ ગાર્ડને ઉપર પોલ્યુશનના દિગ્વિજયની ઘડી હવે ઝાઝી દૂર નથી લાગતી. ૪૦ વર્ષ અગાઉ ૪ માત્ર દેરાસરો હતાં, આજે ૪૦ લગભગ . જૈનોની વસ્તી પણ વિપુલ, મારવાડના લોકો મોટા પ્રમાણમાં. અમે છીએ તે અહીંનું પુરાણું અને મુખ્ય મંદિર ગણાય છે, સંઘ પણ મુખ્ય. બધે જ બન્યું છે તેમ અહીં પણ હવે મુખ્ય વિસ્તાર શોપિંગ સેન્ટરોમાં ફેરવાતો ચાલ્યો હોઈ, પરાંનાં દેરાસરો તથા સંધો વધવાથી આ મૂળ સ્થાનની આબાદી નબળી પડી રહી છે. અહીંની પાઠશાળા ઉત્તમ ગણાય છે. પહેલાં તો હિંદભરમાં આ શાળા પ્રથમ ક્રમે આવતી. હવે ઉપરોક્ત કારણોસર ઓટ આવી લાગે. પણ તોય આનાથી વધે તેવી પાઠશાળા હોવાનું જાણ્યું નથી. ૮૦૦થી વધુ બાળકો નિત્ય ભણે. સ્કૂલની પદ્ધતિએ સંચાલન. પરિણામે બાળકોમાં જ્ઞાન તથા સંસ્કારોંએકંદરે સારા પ્રમાણમાં જોવા મળે. આ શહેરમાં વસતા સેંકડો ગુજરાતી પરિવારોમાં, પોતાના બાળકોનાં ધાર્મિક જ્ઞાન અને સંસ્કાર વધે તે માટે ભારોભાર ઉપેક્ષા છે, તો તેની સામે મારવાડી પરિવારોમાં તે બાબતે ખૂબ કાળજી અને જાગૃતિ છે. આર્થિક રીતે સંપન્નતા એ અહીંના જૈનોની લાક્ષણિકતા ગણાય. અનેક જણના પત્રોમાં અહીં વિશે વ્યકત થયેલી જિજ્ઞાસાના જવાબરૂપે આટલું નોંધ્યું છે. બાકી છે તો બીજે બધે જેમ સંઘો ચાલે છે, મતભેદો હોય છે, મારું-તારું ને હોંસાતાંસી થાય છે, તેવું બધું જ અહીં પણ હોય જ. “સુ” અને કુ વાળા વાતાવરણથી આ ક્ષેત્ર હજી સુધી તો બચ્યું લાગે છે. પણ હવે નજીકના સમયમાં જ તે વાતાવરણ અહીં પણ ગુજરાતથી ઈમ્પોર્ટ થાય તો ના નહિ. બહુ ધીમી તથા ગુપચૂપ ગતિએ તે માટેની ભૂમિકા રચવાના પગરણ મંડાયા હોવાની વાસ આવવા લાગી છે. અન્ન અને ભોળાજનોની સરલતાનો વિહારયાત્રા
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy