SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવંતોનો વિહાર છે. છતાં ગામડાંના છોકરા વગેરે સતામણી કર્યા જ કરતા હોય છે. આ પ્રદેશમાં તેવા અનુભવ કશેય ન થયા. ભાષાની પૂરી તકલીફ છતાં બાળકો પણ સહકારી માનસ ધરાવે, શિસ્ત રાખે જ. ઘણો પરિચય અવજ્ઞા કરાવે - એમ સમજાય. જૈનો ગામેગામ, પણ મારવાડી. દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા બધે મળે (મોટાં ક્ષેત્રોમાં). ખૂબ મહેનતુ પ્રજા, અને કલ્પી ન શકાય તેટલી સુખી. પોતાના વતન સાથે જીવંત સંપર્ક. શિક્ષણનું પ્રમાણ ઊંચું. હવેની પેઢી આ પ્રદેશને જ વતન સમજશે તેનાં એંધાણ જોઈ શકાયાં. કોમવાદી દંગાનું પ્રમાણ આ બાજુ ઓછું લાગે. જો કે, ગુજરાતનાં આ વખતનાં તોફાનોમાં છાંટા આ બાજુ ક્યાંક ક્યાંક ઉડેલા પણ એકાદ દહાડામાં તો ઠરી ગયેલા. તો અમે લગભગ ૧૬૦૦થી વધારે કિલોમીટરનો પંથ કાપીને હવે અહીં (બેંગ્લોર) પહોંચ્યા છીએ. પૂર્વ-પરિવાર અહીં રહે, તેથી અમે અહીંના ગણાયા. તે અપેક્ષાએ જોઈએ તો ચાલીસ વર્ષ પછી આ ભૂમિમાં આવવાનું બન્યું. ઘણા કહે છે કે, ‘વતનમાં પહોંચ્યાનો ખૂબ આનંદ હશે'. આ સામે એટલું જ કહીશ કે દીક્ષા લીધી ત્યારથી જ વતન અને સ્વજન પરત્વેની મમતા જેવું કાંઈ હૈયામાં સંઘર્યું નથી. સંઘ અમારો સ્વજન અને જ્યાં પણ જઈએ તે જ વતન, આવી ભૂમિકા રહી છે. અને સાધુ માટે એ જ શ્રેષ્ઠ ભૂમિકા છે. એટલે અમને તો જ્યાં જઈએ ત્યાં આનંદ જ હોય, હોવો જોઈએ. હા, અમે અહીં આવ્યા. તેનો આનંદ એ બધાંને જરૂર હોય, અને તેમનો આનંદ અમને પણ આનંદ આપે જ. ગુજરાતમાં અશાંતિની આગ હજી ઠરતી જણાતી નથી. શ્રીશાંતિનાથ ભગવાનનો જાપ ખૂબ ક૨વો અને તેમના સ્નાત્રનું જળ ઘરમાં અને બધે છાંટતાં રહેવું, અને ઝટ શાંતિ થાય તેવી ભાવના ભાવવી, એ આપણું ઉચિત કર્તવ્ય ગણાય. એક અગત્યની વાત તો રહી ગઈ. પ્રકૃતિએ પૂરી કૃપા ઢોળી હોવા છતાં આ પ્રદેશમાં પશુ-પક્ષીઓ ખૂબ ઓછાં જણાયાં. ગુજરાતમાં પરોઢ થતાં જ ગામમાં કે જંગલોમાં હજારો પંખીઓનો કિલ્લોલ જે સાંભળવા મળે, તે મહારાષ્ટ્રકર્ણાટકમાં ન મળે. ત્યાંના ગાય-બળદના ઘાટફૂટ અને શીંગડાં પણ કેવાં સોહામણાં અને મનગમતાં હોય ! અહીંયા દેશી જનાવર ઓછાં, તે પણ દૂબળાં, શીંગડાં વિહારયાત્રા
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy