SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાત છોડ્યા પછી એટલે કે, ધરમપુરથી આગળ વધ્યા પછી, છેક અહીં સુધી રોડ સંબંધે કોઈ જ ફરિયાદ કરવી નથી પડી. ગુજરાતમાં હાઈ વે, સ્ટેટ રોડ કે એપ્રોચ રોડ, તમામ માટે સતત ખાડા-ખડિયાની, મેટલ-થીંગડાંની અને એવી અનેક ફરિયાદો કર્યા કરવાની હોય જ. ધરમપુરથી નાસિક, સંગમનેર, પૂના, કોલ્હાપુર, બેલગામ, હુબલી વગેરે થઈને અહીં - બેંગલોર પહોંચ્યા ત્યાં સુધીમાં એક પણ રોડ બાબતે તે પ્રકારની ફરિયાદ કરવી પડી નથી. પર્વતોનો સથવારો આખા રસ્તે રહ્યો - સતત. અને તે કારણે જ ઢાળ ચઢવા-ઊતરવાનું પણ લગભગ સતત રહ્યું. દાવણગિરિ વટાવ્યા પછી તો છેક સુધી ખૂબ હરિયાળો પ્રદેશ. ૧૫૦ કિ.મી.તો સતત નાળિયેરીની વાડીઓ જ મળે. ખૂબ વૃક્ષો-વનસ્પતિ. પહાડો નર્યા ખડકાળ, પણ મહદ્અંશે લીલા. શત્રુંજયગિરિ કે અન્ય પર્વતો, આપણે ત્યાં, રેતાળ જ હોવા છતાં વનરાજિનું નામ - નિશાન નથી, તે આ સંદર્ભમાં સહેજે યાદ આવે, તુલના થાય. આમ છતાં, હમણાં N.H.4 આખો 4 Track બની રહ્યો છે, તે જોતાં જ કમકમાં ઉપજતાં રહ્યાં. ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ આવા માગું થશે – થશે જ – ત્યારે ત્યાં રહ્યાંસહ્યાં વૃક્ષોની કેવી સ્થિતિ થવાની તેનો વિચાર પણ સહજ જ થઈ આવે. પહાડો પુષ્કળ, છતાં પત્થર ફોડવાની વાત સરખામણીમાં અલ્પ લાગી. જરૂર પડે જ ને તોડે જ છે, પણ પ્રમાણ અલ્પ. એની સામે વલભીપુરથી લઈને ગિરનાર સુધી પથરાયેલી પહાડીની વાત યાદ આવે તો થીજી જવાય છે. ત્યાં તો આવતાં ૧૦-૨૦ વર્ષોમાં મોટાભાગના પર્વતો જ નામશેષ થઈ જવાના - સિમેન્ટ - કપચી બનીને પ્રજાના – ખાસ તો વિદેશોની પ્રજાના સદુપયોગ (!) માટે ખપી ખૂટવાના ! જે પર્વતો બચશે તે પણ તેના પર કોઈ મંદિર કે ધર્મક્ષેત્ર હશે માટે જ; પ્રજાકીય શિસ્ત, સમજ કે જાગૃતિથી નહિ. ગરમી ઘણી ઓછી. ૩૮ કે ૪૦ થાય ત્યાં તો વરસાદ પડી જ જાય. ગયા વર્ષના દુષ્કાળને કારણે આ વર્ષે ગરમી (કર્ણાટકમાં) વધી ખરી, પણ તે સામે વરસાદ વેલાસર આવવો ચાલુ થઈ ગયો છે. ફાગણ વદથી વિહારમાં ક્યારે ક્યારેક નડતો આવ્યો છે. અત્યારે તો ચોમાસા જેવું જ લાગે. પ્રજા ગરીબ લાગી. ગામડાં શાંત લાગે – સુસ્ત. લગભગ દરરોજ નિશાળમાં મુકામ હોય; નિશાળો સાવ પડતર, પછાત હોવાની સાહેદી આપે. કીડી, મંકોડા ઉપરાંત ત્રણ-ચાર વાર વીંછી પણ નીકળ્યા, કાનખજૂરા પણ. રાત હોવા છતાં કોઈ ને કોઈનું ધ્યાન પડી જવાથી બધા બચી જાય. ગુજરાતમાં કાયમનો હજારો
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy