SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ગણી શ્રી નયચંદ્રસાગરજી, ગણી શ્રી પૂર્ણચંદ્રસાગરજી, ગણી શ્રી અક્ષયચંદ્રસાગરજી, મુનિ શ્રી આનંદચંદ્રસાગરજી આદિએ પણ એક યા બીજી રીતે ચલાવ્યો, જેથી આજ સુધી જે શ્રાવક-શ્રાવિકાઓને આગમની સંખ્યા કેટલી? આગમનાં નામ કયાં કયાં? આગમના વિભાગ કેટલા? આગમ-વાચના કેટલી થઈ? આગમ કોને કહેવાય? નિયુક્તિ એટલે શું? ચૂર્ણિ એટલે શું ? ભાષ્ય એટલે શું? અને વૃત્તિ/ટીકા એટલે શું? ની જાણકારી ન હતી એ જાણકારી પ્રાપ્ત થવા લાગી. ક્યાંક પિસ્તાળીશ આગમનાં નામ યાદ કરવાની સ્પર્ધા ગોઠવાઈ, આગમની અષ્ટપ્રકારી પૂજા તથા અન્ય પણ આગમ સંબંધી પ્રવૃત્તિઓ પ્રકાશમાં આવી એ બહુ જ ખુશીની વાત છે. આનાથી આગમિક લેખન-પ્રવૃત્તિ અને મુદ્રણ-પ્રવૃત્તિને પણ વેગીલો જોશ મળ્યો. એ ઓછા આનંદની વાત નથી. આગમ-પરિચય-વાચનાને જીવનભર વાગોળવા માટે પ્રથમ તબક્કાના અંતે જ માંગ ઊભી થઈ. એના પરિણામે “જિનાગમ શરણંમમ' નામના પુસ્તકનું પ્રકાશન થયેલું, પરંતુ એની અછત વર્તાઈ એટલે આ વખતે આગમ-મંદિરના શ્રોતાઓ તરફથી ફરી માગણી ઊભી થઈ. વાત મૂક્તાં જ એ માટે ઉદારવંતા પુણ્યવાનોની અહમભૂમિકા ઊભી થઈ, એનું જ પરિણામ આ પુસ્તક છે. ગત પુસ્તકમાં તે તે આગમનો પરિચય આપનાર પૂજ્યશ્રીઓના ઉદ્દગારોને જ અવકાશ આપવામાં આવ્યો હતો. એના સ્થાને આ વખતે ફેરફાર કરવામાં આવ્યો. આ જ આગમ-મંદિરની પચીસમી સાલગિરિને ઉદેશી અમારા સમુદાયના પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી કંચનસાગરસૂરીજી મહારાજે એક સ્મારક ગ્રંથ સંપાદિત કર્યો એની અંદર શ્રી જૈનાગમોની રૂપરેખા નામના વિભાગમાં પિસ્તાળીશય આગમોનો પરિચય સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. એમાં પૂજય આ. કે. શ્રી કંચનસાગરસૂરી મ., વર્તમાન ગચ્છાધિપતિ શ્રી સૂર્યોદયસાગરસૂરી મ. પૂ. આ. કે. શ્રી પ્રમોદસાગરસૂરી મ., પૂ. પર્યાયસ્થવિર, પૂ. મુનિરાજ, શ્રી અમરેન્દ્રસાગરજી મહારાજે પિસ્તાળીશય આગમનો સંક્ષેપમાં પણ સુંદર પરિચય આપ્યો છે. એને જ અહીં સ્થાન આપવામાં આવ્યું છે, કેમ કે આ ચારેય મહાપુરષો અધિકૃત વ્યક્તિ તરીકે સુપ્રસિદ્ધ છે અને પરિચય પણ સુંદર છે. ક્યાંક જૂના ગુજરાતી શબ્દ કે વાક્યના સ્થાને સામાન્ય સુધારો કર્યો છે, બાકી એમનું એમ જ લઈ લીધું છે. આ ચારેય મહાપુરુષોનો આ તકે મદુપકાર માનું છું.
SR No.032359
Book TitleAgamni Sargam
Original Sutra AuthorN/A
AuthorHemchandrasagarsuri
PublisherAgamoddharak Pratishthan
Publication Year2008
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy